19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોનાના કેસમાં વધારો થતા કેરળ સરકારનો મહત્વ પૂર્ણ નિર્ણય

  • કોરોનાના વધતા કેસના પગલે કેરળ સરકારે લગાવ્યું સંપૂર્ણ લોકડાઉન
  • 31 જુલાઈ તથા પહેલી ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન
  • કેરળમાં જુલાઈ મહિનામાં કોરોનાના કેસમાં થયો ઝડપથી વધારો

કેરળમાં કોરોનાના સતત વધતા કેસના પગલે હવે રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. જ્યાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં કેરળમાં સતત બે દિવસથી કોરોનાના 22 હજારથી વધારે નવા કેસ પણ નોંધાઈ રહ્યા છે જેણે રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે. કેરળમાં છેલ્લા 2 દિવસથી 22 હજારથી પણ વધુ  કોરોનાના દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. જે દેશભરના પ્રતિદિનના કેસના 50 ટકાથી વધુ છે. સતત વધી રહેલા કેસને કારણે હવે રાજ્ય સરકારે 31 જુલાઈ તથા પહેલી ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. કેરળમાં જુલાઈ મહિનામાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થયો છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસ ઘટીને 11 હજાર સુધી પહોંચી ગયા હતા પણ ત્યારપછી અહીં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે દેશભરમાં મે મહિનામાં બીજી લહેરનો પીક વીત્યા પછી થી જ કોરોનાના કેસ સતત  ઘટી રહ્યા છે પણ હવે અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: