23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવાયો “શ્રી રાધાષ્ટમી” મહોત્સવ

  • અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવાયો “શ્રી રાધાષ્ટમી” મહોત્સવ
  • કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તોએ શ્રીમતીરાધારાણીની પૂજા અને પ્રાર્થના કરી
  • નવા વસ્ત્રો,અલંકારો તથા સુગંધીદાર પુષ્પોથી રાધારાણીનો કરાયો શણગાર 
  • સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરેલ જળના 108 કળશ દ્વારા મહાભિષેક કરાયો

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગત તા. 14 સપ્ટેમ્બર 2021ના રોજ શ્રીરાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો હતો. જે શ્રીકૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણનો શુભદિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે આ રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીયોમાં રાધારાણીને મુખ્ય ગોપી તરીકે ખુબજ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિનો શુદ્ધ સાર છે. કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તોએ શ્રીમતીરાધારાણીની પૂજા અને પ્રાર્થના કરી હતી.

https://youtu.be/Haq4w8zMhx4

અમદાવાદના હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ શ્રીરાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો હતો. આ દિવસે શ્રીશ્રીરાધામાધવને ભવ્ય પ્રકારના નવા વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. મંદિરને તથા ગર્ભગૃહને જાતજાતના રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવતા ચો-તરફનું વાતાવરણ આનંદમય અને સુગંધીદાર પુષ્પોથી સુશોભિત થયું હતું. શ્રીશ્રીરાધામાધવના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ખાસ સેવા અર્પણ કરવામાં આવી હતી. જેમકે 108 વિવિધ પ્રકારના રાજભોગનું અર્પણ, 7 પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરેલ જળના 108 કળશ દ્વારા મહાભિષેક, ઋગ્વેદમાં વર્ણવવામાં આવેલ ‘પુરુષસૂક્ત’ નુંપઠન, તેમજ ભક્તો દ્વારા શ્રીમતીરાધારાણીનું મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા કીર્તન અને ભજનો ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરેકૃષ્ણમંદિર ભાડજના પ્રેસિડેન્ટ જગનમોહનકૃષ્ણદાસે “રાધાષ્ટમી”ની મહત્તા વિષે વિશેષ પ્રવચન આપ્યું હતું. ઉત્સવના અંતમાં ભગવાનની પ્રસન્નાર્થે મહાઆરતી અને ભવ્ય પાલકી ઉત્સવ પણ યોજવામાં આવ્યો હતો. જયારે ભક્તો દ્વારા શ્રીલ રૂપ ગોસ્વામી કે જેઓ વૃંદાવનમાં ભગવાન શ્રીચૈતન્ય મહાપ્રભુના સર્વોચ્ચ ભક્ત હતા, તેમના દ્વારા નિર્મિત શ્રીરાધીકાષ્ટકનું ગાન ઉત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. હાલમાં જગતભરમાં પ્રસરેલા રોગચાળાની સ્તિથીને ધ્યાનમાં રાખતા સરકારશ્રી દ્વારા સૂચવવામાં આવેલ કોવીડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન ઉત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું.

હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: