24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ગુલમર્ગમાં સેના અને સ્થાનિક લોકોના પ્રયાસથી ખુલ્લું મુકાયું શિવમંદિર

  • ગુલમર્ગમાં સેના અને સ્થાનિક લોકોના પ્રયાસથી ખુલ્લું મુકાયું શિવમંદિર
  • 1974ના જાણીતા પિક્ચર આપકી કસમમાં બતાવવામાં આવ્યું હતું આ મંદિર  
  • અહીં જ ફિલ્માવવામાં આવ્યું હતું જાણીતું ગીત “જય જય શિવશંકર”
  • 1915માં મહારાણી મોહિની સિંહ દ્રારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર

ગુલમર્ગમાં આવેલું આ જાણીતું શિવ મંદિર 1915માં જમ્મુ-કાશ્મીરના આ સમયના મહારાજા હરિસિંહના પત્ની મહારાણી મોહિની બાઇ સિસોદિયા દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમયથી કોઈ નવીનીકરણનું કામ કરવામાં આવતું ન હોવાથી શિવ મંદિરના વિસ્તૃત નવીનીકરણની જરૂર હતી. સુંદર શહેર ગુલમર્ગની મુલાકાતે આવેલા મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓએ મંદિરને તેની મૂળ સ્થિતિમાં ફરીથી સ્થાપના કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.ભારતીય સેનાએ હંમેશાં સ્થાનિક લોકો સાથે ગહેરા સંબંધો જાળવી રાખ્યા છે અને આને કાશ્મીરના વારસામાં ફાળો આપવાની ભાગ તરીકે પ્રયાસ કર્યો છે. ગુલમર્ગમાં નવીનીકરણ કરાયેલ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેને આજે લોકો માટે ફરી વખત ખોલવામાં આવ્યું છે. આ પ્રસંગે શિવ મંદિરના રખેવાળ ગુલામ મોહમ્મદ શેખે પણ એવું જણાવ્યું હતું કે “શિવ મંદિર કાશ્મીરની સંસ્કૃતિ અને તેના આલીશાન વારસાનું સાક્ષી છે”.તેમણે ગુલમર્ગ સમુદાયને કોઈ પણ ધાર્મિક પૂર્વગ્રહ વગર અને કાશ્મીરિયતના ખરા અર્થમાં સમુદાયની સેવા ચાલુ રાખવા હાકલ કરી હતી. ડબ્લ્યુ.યુ.એન. મુજબ બ્રિગેડિયર બી.એસ. ફોગાટે કહ્યું, “ બધાને ખબર છે કે કાશ્મીર એ પૃથ્વી પરનું સ્વર્ગ છે પરંતુ કાશ્મીરની સાચી સુંદરતા તેના લોકોમાં છે. ગુલમર્ગ એક પ્રવાસ સ્થળ છે અને ભારતીય સેના તથા નાગરિક વહીવટને ધ્યાનમાં રાખીને અમે મંદિરનું નવીનીકરણ કર્યું છે અને સ્થાનિક લોકોએ પણ ઘણી મદદ કરી હતી. કાશ્મીર ટૂરિઝમ વિભાગની મદદથી મંદિરનું ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: