14 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

શત્રુઘ્ન સિન્હા ભાજપમાં પાછા ફરશે…?

  • ભાજપમાં પાછા ફરવાની અટકળોનો શત્રુઘ્ન સિન્હાએ આપ્યો જવાબ
  • શત્રુઘ્ન સિન્હાએ પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં કરી હતી એક ટ્વીટ
  • ટિપ્પણી એક ‘વ્યંગ’ તરીકે જ કરી હતી : શત્રુઘ્ન સિન્હા
  • કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાની મારી કોઈ ઇચ્છા નથી : શત્રુઘ્ન સિન્હા

અભિનેતા અને કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ બીજેપીમાં વાપસી અંગેની અટકળો પર ચોખવટ આપી છે.જો કે હાલમાં જ શત્રુઘ્ન સિન્હાએ પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક ટ્વીટ કરી હતી. શત્રુઘ્ન સિન્હાએ હવે એવું કહ્યું છે કે તેમણે આ ટિપ્પણી એક ‘વ્યંગ’ તરીકે જ કરી હતી અને પાર્ટી બદલવાની હાલ તેમની કોઈ ઈચ્છા નથી.

શત્રુધ્ન સિન્હાએ રવિવારે ટ્વીટ કરીને એવું કહ્યું હતું કે ‘દુનિયામાં ચાર પ્રકારના દુ:ખી લોકો હોય છે. પોતાના દુ:ખથી દુખી, બીજાના દુ:ખથી દુખી, બીજાના સુખથી દુખી અને કારણ વગર જ મોદીથી દુ:ખી’.શત્રુઘ્ન સિન્હાએ આ ટ્વીટ પર ચોખવટ આપતા કહ્યું કે, તે મનોરંજન માટે જ રવિવારે વ્યંગ તરીકે કહ્યું હતું. હું દર રવિવારે મનોરંજન માટે કેટલીક ટ્વીટ કરું છું અને તેનો કોઈ એ પણ કોઈ રાજનીતિક અર્થ કાઢવો જોઈએ નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘ન તો મને કોંગ્રેસ છોડવાની કોઈ ઇચ્છા છે અને ના તો મને ભાજપમાં સામેલ થવાની કોઈ ભાવના છે ‘અટલ બિહાર વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા શત્રુઘ્ન સિન્હા 2019ની લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા તથા કોંગ્રેસની ટિકિટ પર પોતાના સંસદીય ક્ષેત્ર   પટણાસાહિબ મતવિસ્તારમાંથી ચૂંટણી પણ લડ્યા હતા. બિહારીબાબુ તરીકે ઓળખાતા શત્રુઘ્નએ 2009ની સાથે સાથે 2014માં પણ ભાજપની ટિકિટ પરથી પણ આ બેઠકથી ઘણી શાનદાર જીત મેળવી હતી. જો કે તેઓ 2019માં પટણા સાહિબ બેઠકથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે મોટા અંતરથી હાર્યા પણ હતા. ભાજપ છોડ્યા અગાઉ તેમણે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અનેક પરોક્ષ ટીકાઓ પણ કરી હતી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: