23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠામાં વરસાદના અભાવે પાણીની સર્જાઈ તીવ્ર અછત

  • બનાસકાંઠામાં વરસાદના અભાવે પાણીની સર્જાઈ તીવ્ર અછત
  • સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉઠી માંગ
  • પાણીની માંગને લઇ ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનનો કર્યો ઘેરાવો  
  • કેનાલોમાં પાણી ન છોડવા પર આગામી સમયમાં ખેડૂતો ગાંધીનગર તરફ કરશે કૂચ  
  • પાણીને લઇ આગામી સમયમાં આવનાર ચૂંટણીના બહિષ્કારની ખેડૂતોની ચીમકી

બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ હોવાના કારણે પાણીની તીવ્ર અછત સર્જાય છે. પાણીના તળ પણ 1000 ફુટ ઊંડે જતા રહેતા હવે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જો પાણી છોડવામાં નહીં આવે તો એક હજારથી પણ વધુ ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરશે અને આગામી સમયમાં આવનાર ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

રણ ની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સતત વરસાદ ઘટી રહ્યો છે આ વખતે તો સીઝનનો માત્ર 25 ટકા જેટલો વરસાદ થયો છે તેમાંય વળી થરાદ, વાવ, દિયોદર, ભાભર અને લાખણી પંથકમાં તો નહીંવત જેટલો જ વરસાદ થયો છે. સતત થઇ રહેલા ઓછા વરસાદના કારણે આ વિસ્તારમાં પાણીના તળ પણ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે સરકારે આ વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થાય તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવી છે જે કેનાલ બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાં થઈને પસાર થાય છે જો કેનાલમાં પાણી છોડવામાં આવે આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે…. જે માટે સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી જોકે ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ તમામ કેનાલમાં પાણી છોડવા ની જાહેરાત કરી હતી  પરંતુ હજુ સુધી પાણી છોડવામાં આવતા આજે 500 જેટલા ખેડૂતોએ ચાંગા પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

અને તાત્કાલિક ધોરણે આ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી, તેમ છતાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો એક હજારથી પણ વધુ ખેડૂતો ગાંધીનગર તરફ કુચ કરી ઉગ્ર આંદોલન કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે …….

એક તરફ સરકાર કરોડો રૂપિયા ના વિકાસ કામો ના ઉદઘાટન કરી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ની હાલત પાણી વગર દિવસેને દિવસે કફોડી બની રહી છે ત્યારે જો સરકાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માંગ સ્વીકારી કેનાલમાં પાણી નહીં છોડે તો આગામી સમયમાં ખેડૂતોના ઉગ્ર રોષનો ભોગ સરકારે બનવું પડે તો નવાઈ નહીં …….

રાજ ગજ્જર  લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: