24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં ઉનાળામાં પક્ષીઓને ગરમીથી બચાવવા સેવા કાર્ય

  • અમદાવાદમાં ઉનાળામાં પક્ષીઓને ગરમીથી બચાવવા સેવા કાર્ય
  • ખાડીયા રાયપુર કામેશ્વરની પોળ પાસે કરાયું વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ
  • શારદા સેવા સંસ્થાનના સહયોગ થી એનીમલ લાઈફ કેરની સરાહનીય કામગીરી 

અમદાવાદના ખાડિયા રાયપુર વિસ્તાર કામેશ્વરની પોળ પાસે રવિવારે ઉનાળામાં પક્ષીઓને ગરમીથી બચાવવા માટે શારદા સેવા સંસ્થાનના સહયોગથી  એનીમલ લાઈફ કેર” સંસ્થાએ વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.

જીવ સેવા એ પ્રભુ સેવા સમાન છે તેનું ઉદાહરણ પૂરું પડતા પક્ષીઓને પાણી પીવા માટે મફત પાણીનું કુંડાળું વહેચતા એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે દરેક નાગરિકે અવશ્ય પોતાના ઘાબા ઉપર એક પાણીનો કુંડું ભરવું જ જોઈએ આ ઉપરાંત તેઓએ એક સંકલ્પ કરવાનું કહ્યું હતું જે એવો હતો કે “અબોલ પક્ષી માટે અવશ્ય એક પાણી ભરેલું માટી નું કુંડું મુકીશ ” વધુમાં વિજય ડાભી એ એવું પણ જણાવ્યું હતું કે ઉનાળાના કારણે ગરમી ખૂબ જ વધુ છે જેને કારણે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય ત્યારે સીધી ગરમી પક્ષીઓના શરીર ઉપર પડતી હોય છે અને ખાસ જોવા જઈએ તો દિવસ દરમ્યાન  અમારે પક્ષીઓ માટે કોલ આવતા હોય છે તેમાની મોટા ભાગના ડીહાઇડ્રેશન ના કેસ હાલ જોવા મળે છે. ઉનાળાના કારણે પક્ષીઓને ડીહાઇડ્રેશન અને ફૂડ પોઈઝન ના વધારે કેસ જોવા મળે  છે  ડીહાઇડ્રેશન ના કારણે પક્ષીને  મગજ પર સીધી અસર થાય છે જેના કારણે પક્ષી ચક્કર ખાઈ સીધું નીચે પડી જાય છે  આ ઉપરાંત ખૂબજ ઉચાઈએથી નીચે પડતા પક્ષીઓ  હેમરેજ થઈ જતું હોય તેનું મૃત્યુ પણ થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે પક્ષીઓ ઝાડમાં કે ધાબા પર જ રહેતા હોય  છે તો ત્યાં માટીના પાણીના કુંડા અવશ્ય ભરવા જોઈએ અને ખાસ કરીને જોઈએ તો શક્ય હોય તો પાણીની અંદર ORS પાવડર પણ  નાખવો જોઈએ જેથી પાણી પીવાથી પક્ષીના શરીમાં ડિહાઇડ્રેશનનું  પ્રમાણ ખૂબ જ નહિવત થાય છે આ સેવાનો લાભ દરેક વ્યક્તિ સ્વેચ્છાએ લેશે તો ઉનાળામાં  પક્ષીઓના મૃત્યુ આંક પણ ઘટી જશે  વધુમાં દરેક ઘરે દરેક અગાસીએ એક પાણીનું કુંડું અવશ્ય મુંકવું જ જોઈએ.

રવી રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: