19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ચોટીલામાં સરકારી શેઠ.જે.એસ હાઈસ્કૂલ ખાતે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું કરાયું આયોજન

  • ચોટીલામાં સરકારી શેઠ.જે.એસ હાઈસ્કૂલ ખાતે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું કરાયું આયોજન
  • સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને આવનારા દિવસોમાં લાભ મળશે  
  • એકજ સ્થળ પર સરકારી યોજના સહિત આધારકાર્ડ,રેશનકાર્ડ જેવા કામો ત્વરિત થશે

એકજ દિવસમાં એકજ સ્થળે જરૂરી ડોક્યુમેન્ટ દાખલા મેળવો યોજના અંતર્ગત આવકના દાખલા, જાતિના દાખલા આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવા સહિત રેશનકાર્ડ કઢાવવા નામ કમી કરવા ઉમેરવા, કુંવરબાઈનું મામેરું યોજના સમાજ સુરક્ષા અંતર્ગત આવતી યોજના, વૃદ્ધ  પેનશન તેમજ વિધવા સહાય સાહિત ફોર્મ તેમજ તાલુકા પંચાયતને લગતી કામગિરી એકજ જગ્યાએ એકજ દિવસમાં કરવાનો કાર્યક્રમ એટલે સેવાસેતુ કાર્યક્રમ. જેને લઇ  તા.2 ઓગસ્ટ ના રોજ સરકાર દ્વારા ચોટીલા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  ચોટીલાની સરકારી શેઠ.જે.એસ.હાઈકુલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમમાં સ્થળ અરજીઓ તેમજ દરેક પ્રકારની યોજનાઓના લાભ અંગે જરૂરી ફોર્મ સહિતની કામગીરી એકજ  સ્થળ પર કરવાના આશયથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અતર્ગત  ચોટીલાની સરકારી શેઠ.જે.એસ.હાઈકુલ ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી  છે તો દરેક અરજદારો જણાવેલ સ્થળ પર જઈને આ કામગીરીનો લાભ લેવા  અપીલ સાથે   શહેરીજનોને  લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું હતું.

વિક્રમસિંહ જાડેજા  લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: