24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કેરળ-તમિલનાડુમાં ડ્રોન હુમલાની ભીતિને પગલે સુરક્ષામાં કરાયો વધારો

  • જમ્મુ કાશ્મીરમાં અનેક વખત દેખાઈ રહ્યા છે ડ્રોન
  • જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલા બાદ અનેક રાજ્યોમાં એલર્ટ કરાયું જાહેર
  • કેરળ-તમિલનાડુમાં ડ્રોન હુમલાની ભીતિને પગલે સુરક્ષામાં કરાયો વધારો

છેલ્લા અનેક દિવસોથી જમ્મુ એર બેઝ પર ડ્રોન દેખાઈ રહ્યા છે. જમ્મુ એરબેઝ પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ અનેક સૈન્ય વિસ્તારોમાં ડ્રોન નજરે પડ્યા હતા. આતંકી હુમલાની આશંકાને લઇ કેરળ તેમજ તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવીત ડ્રોન હુમલાની ભીતિને પગલે સિક્યોરિટી એજન્સી ઓએ પોલીસને હાઇએલર્ટ મોડ પર રહેવા આદેશ કરી દીધા છે.

ભારતમાં આતંકી હુમલાનો ખતરો હમેશા ઉભો રહે છે. અનેક વખત આતંકી હુમલો ભારતમાં થઇ ચુક્યો છે. ત્યારે થોડા દિવસોથી જમ્મુ કાશ્મીર એર બેઝ પર ડ્રોન દેખાવાના શરુ થઇ ગયા છે. જમ્મુ એરબેઝ પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. હુમલા બાદ કાશ્મીરમાં કેટલાક સૈન્ય વિસ્તારોમાં પણ ડ્રોન ઉડતા દેખાયા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં ડ્રોન રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. સાથે સાથે શ્રીનગરમાં ડ્રોન પર બેન મુકી દેવામાં આવ્યો છે. ડ્રોન પર પ્રતિબંધ હોવાથી શ્રીનગરમાં ડ્રોન રાખવા, ખરીદવા, વેચવા, ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ રહેશે. અગાઉ અનુમતી વગર ડ્રોન રાખવા પર સમગ્ર કાશ્મીરમાં પ્રતિબંધ મુકાયો હતો. જ્યારે હવે એલર્ટને પગલે હવે જેમની પાસે પણ ડ્રોન હોય તેમને પોલીસ સ્ટેશન જમા કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે કેરળ અને તમિલનાડુમાં આવા સંભવીત ડ્રોન હુમલાની ભીતિને પગલે સિક્યોરિટી એજન્સીઓએ પોલીસને હાઇએલર્ટ કરી દીધી છે. બન્ને રાજ્યોની પોલીસને આ અંગેનો રિપોર્ટ આપવામાં આવ્યો છે જેથી સુરક્ષા પણ વધારી દેવાઇ છે. શ્રીલંકામાં ચીને હેમબેનથોટા પોર્ટને પોતાના કબજામાં લઇ લીધો છે જેને પગલે ભારતના સમુદ્રી કાંઠાના રાજ્યો કેરળ અને તમિલનાડુને એલર્ટ કરાયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: