- સમગ્ર દેશમાં શરૂ થશે સી-પ્લેન સર્વિસ
- દિલ્હીથી જયપુર, ઉદયપુર, જોધપુર અને બદ્રીનાથ સુધી સી-પ્લેનથી જઈ શકશે લોકો
- સી-પ્લેન સર્વિસ માટે હાલ કોઈ બજેટ નક્કી કરવામાં આવ્યું નથી
- પીએમ મોદીએ 31 ઓક્ટોબરે દેશની પહેલી સી-પ્લેન સર્વિસ ઉદ્ધાટન કર્યું હતું
કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે પહેલી સીપ્લેન સર્વિસ શરૂ થયા પછી હવે સરકાર ઘણા માર્ગો પર સી-પ્લેન શરૂ કરવા પર વિચાર કરી રહી છે. આ વાત ગુરુવારે મંત્રી મનસુખ માંડવીયે કહી છે. તેમણે જણાવ્યું કે પ્રસ્તાવિત માર્ગોમાં દિલ્હી-જયપુર, દિલ્હી-ઉદયપુર, દિલ્હી-જોધપુર અને દિલ્હી-બદ્રીનાથ અને ઘણા અન્ય રૂટ સામેલ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત સર્વિસમાં અંદમાન અને નિકોબારના ઘણા દ્વીપ, લક્ષદીપ, અસમમાં ગુવાહાટી રિવરફ્રન્ટ અને ઉમરાંસો રિઝર્વેયર, યમુના રિવરફ્રન્ટ/દિલ્હી(હબ)થી અયોધ્યા, ટિહરી, શ્રીનગર(ઉત્તરાખંડ), ચંદીગઢ અને ઘણા અન્ય પર્યટન સ્થળ પણ સામેલ છે. સીપીએસઈ સાગરમાલા ડેવલોપમેન્ટ કંપની લિમિટે સીપ્લેન સર્વિસ માટે વિમાન કંપનીઓ પાસે અભિરૂચિ પત્રમાંગ્યું છે. આ ઉપરાંત મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ સીપ્લેન સર્વિસ માટે અલગથી કોઈ બજેટ નક્કી કરવામાં આવ્યું નથી. ઈઓઆઈ નો હેતુ એ સમજવાનો છે કે વિમાન કંપનીઓ SDCLની સાથે સીપ્લેન સર્વિસના વિકાસ અને પરિચાલન કરવા માટે કેટલો રસ ધરાવે છે. આ પહેલા માંડવીયે કહ્યું હતું કે રીજનલ કનેક્ટિવિટી સ્કીમ-ઉડે દેશનો આમ નાગરિક અંતર્ગત સમગ્ર દેશમાં 14 બીજા વોટર એરોડ્રામ બનાવવાની યોજના છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને એમઓસીએ એ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા થી હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા માટે અનુરોધ કર્યો હતો. તે પછી તેણે મુસાફરોની અવર-જવર માટે જેટી બનાવવામાં મદદ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020ના રોજ ભારતની પ્રથમ સીપ્લેન સર્વિસનું ઉદ્ધાટન કર્યું હતું. આ સર્વિસનું સંચાલન ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાની પાસે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે કરવામાં આવ્યું હતું.