- હજ યાત્રા અંગે સાઉદી સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય
- સાઉદીએ મક્કા ખાતે તૈનાત કર્યા મહિલા ગાર્ડ
- મક્કામાં ગાર્ડ તરીકે પોસ્ટ થનારી પ્રથમ મહિલા સુરક્ષા ગાર્ડનું નામ મોના
- એપ્રિલથી જ સુરક્ષા માટે ડઝનેક મહિલા સૈનિકોને કરાય તૈનાત
- યુનિફોર્મની સાથે મહિલા ગાર્ડ સુરક્ષા સાધનોથી પણ સજ્જ
- સાઉદી અરેબિયાની કામગીરીની ટ્વીટર પર થઈ રહી છે પ્રસંશા
સાઉદી અરેબિયામાં અવારનવાર એવું જોવા મળે છે કે, અહીંયા મહિલાઓ સ્વતંત્ર નથી. પરંતુ હવે સાઉદીએ મક્કા જેવા પાક સ્થળે હજ દરમિયાન મહિલા ગાર્ડને તૈનાત કરી દીધા છે. મહિલા સશક્તિકરણ તરફ પગલા લેતી વખતે સાઉદી અરેબિયાએ પહેલીવાર આ નિર્ણય લીધો છે. હકીકતમાં, પ્રથમ વખત, મક્કા અને મદીનાની હજ યાત્રા દરમિયાન ડઝનેક જેટલી મહિલા સૈનિકોને સુરક્ષા માટે સજ્જ કરવામાં આવી હતી.
આ મહિલા સૈનિકોનું કામ પ્રવાસ દરમિયાન સુરક્ષાની દેખરેખ રાખવાનું છે. એક અહેવાલ અનુસાર , સાઉદી મહિલા સૈનિકો મક્કાની ‘મસ્જિદ અલ હરમ’ અથવા ગ્રાન્ડ મસ્જિદની રક્ષા કરતા જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે હજ યાત્રા દરમિયાન મક્કામાં રક્ષક તરીકે પોસ્ટ કરનારી પહેલી મહિલા સુરક્ષા ગાર્ડનું નામ મોના છે. તેના પિતાની કારકિર્દીથી પ્રભાવિત, મોનાએ સૈન્યમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને બાદમાં આ સ્થળ પર સ્થિત સાઉદી મહિલા સૈનિકો જૂથનો ભાગ બની છે. એપ્રિલથી મક્કા અને મદીનાની પ્રવાસીઓની સુરક્ષા માટે ડઝનેક મહિલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જેને ઇસ્લામનું જન્મસ્થળ પણ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સેનાની વર્દી પહેરેલી મહિલાઓએ સુરક્ષાની પરિસ્થિતિ પર નજર રાખી હતી. યુનિફોર્મની સાથે, તેણે લાંબુ જેકીટ, ઢીલા ટ્રાઉઝર અને તેના વાળને ઢાંકતા ડ્રેસ ઉપર કાળી પટ્ટી પણ પહેરી હતી. તે જ સમયે, સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા આ પગલા માટે ટ્વિટર પર પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા લોકોએ તેને મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ ગણાવ્યું હતું. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘મક્કાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા સાઉદી રક્ષક હજ ફરજ બજાવી રહી છે.’