24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દુનિયાના 2 સૌથી અમીર વ્યક્તિઓ વચ્ચે સેટેલાઈટ ઈન્ટરનેટની વૉર

  • દુનિયાના 2 સૌથી અમીર વ્યક્તિઓ વચ્ચે સેટેલાઈટ ઈન્ટરનેટની વૉર
  • બંને ની વૉર ઈન્ટરનેટની સોશિયલ મીડિયા પર પહોંચી
  • સ્પેસએક્સ પાસે 1000 સેટેલાઈટ: મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ

દુનિયાના 2 સૌથી અમીર વ્યક્તિઓ વિવાદમાં છે. ઈલોન મસ્ક અને જેફ બેઝોસ બંને મોટી સંખ્યામાં સેટેલાઈટ લોન્ચ કરવા માગે છે. આ સેટેલાઈટની મદદથી ધરતી પર ઈન્ટરનેટ સપ્લાય કરાશે. તેવામાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર અંતરિક્ષ પર કબ્જા માટે વૉર શરૂ થઈ છે.

મસ્કે સોશિયલ મીડિયા પર સ્પેસએક્સનાં માધ્યમથી એમેઝોનની આલોચના કરી છે. તેમણે બેઝોસની કંપની પર આરોપ લગાવ્યો છે કે તેણે સ્ટારલિંકની રણનીતિ વિશે ખોટાં દાવાઓ કર્યા છે. સ્ટારલિંક એક સેટેલાઈટ ઈન્ટરનેટ કાન્સ્ટલેશન (તારામંડળ) છે. તેને સ્પેસએક્સ ઓપરેટ કરે છે. સ્પેસએક્સના ડાયરેક્ટર ડેવિડ ગોલ્ડમેને ગત સપ્તાહ અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન કમિશન (FCC) પાસેથી સ્ટારલિંક સેટેલાઈટ અંતરિક્ષની નીચલી કક્ષામાં ઓપરેટ કરવાની અનુમતિ માગી હતી.

અમેઝોનની સ્પેસ કંપની બ્લૂ ઓરેજનનો પ્લાન છે કે તે પોતાના સેટેલાઈટ 590 કિલોમીટર ઊંચાઈએ સ્થાપિત કરે જ્યારે મ્સકની સ્પેસએક્સને 540થી 570 કિલોમીટરની ઊંચાઈએ સેટેલાઈટ સ્થાપિત કરવાની અનુમતિ મળી છે. એમેઝોનનો આરોપ છે કે આ ઊંચાઈએ સ્પેસએક્સના સેટેલાઈટ તેના અને અન્ય કૂઈપર પ્રોજ્કટ અને સેટેલાઈટ સિગ્નલને નુક્સાન પહોંચાડી શકે છે, પરંતુ સ્પેસએક્સ તેનો ઈનકાર કરી રહી છે. એમેઝોનના સેટેલાઈટ પણ અંતરિક્ષથી ઈન્ટરનેટ સર્વિસ આપવા માટે ડિઝાઈન કરાયા છે. એમેઝોનને કમ્યુનિકેશન કમિશનથી 3236 સેટેલાઈટ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. જ્યારે ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ અત્યાર સુધી 1000 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ તમામ તેનાં સ્ટારલિંક ઈન્ટરનેટ સિસ્ટમ માટે છે. તે અમેરિકા, કેનેડા અને બ્રિટનના યુઝર્સને સર્વિસ આપી રહ્યા છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં ઈલોન મસ્ક 206 બિલિયન ડોલર (આશરે 15 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે પ્રથમ નંબરે અને જેફ બેઝોસ 189 બિલિયન ડોલર (આશરે 13 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે બીજા નંબરે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: