23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

MAKS એર શો 2021માં પરફોર્મન્સ બતાવવા સાંરગ ટીમ તૈયાર

  • MAKS રશિયામાં સજ્જ થઇ છે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ
  • MAKS એર શો 2021માં આપશે ફાઈનલ પરફોર્મન્સ
  • ફાઈનલ પરફોર્મન્સ આપવા માટે કરી લીધી છે સંપૂર્ણ તૈયારીઓ
  • મંગળવારથી રશિયામાં શરૂ થાય છે એર શો

સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે MAKS એર શો 2021માં અંતિમ પરફોર્મન્સ આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કાર્યક્રમમાં હિસ્સો લઇ રહેલા એકમાત્ર હેલિકોપ્ટર એરોબિક્સ તરીકે સારંગે  છેલ્લાં પાંચ દિવસ દરમિયાન કરેલી પ્રેકટીસ  થકી  IAF તેમજ ભારતીય હવાઈ ઉદ્યોગ બંનેના નામ  રોશન કર્યા છે.ભારતમાં નિર્માણ પામેલા  હેલિકોપ્ટરો દ્વારા કરવામાં આવેલા તેમના અદભૂત પરફોર્મન્સથી ભારતીય ઉડ્ડયનની સિદ્ધિઓ અગ્ર હરોળમાં આવી  ગઇ છે.

ટીમના શૌર્યપૂર્ણ સ્ટંટોને આખા વિશ્વની મીડિયામાં ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે.રશિયન મીડિયા મુજબ , નવા ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ હળવા લડાકુ વિમાન બનાવવાની યોજનાના ભાગરૂપે પણ બનાવવામાં આવ્યું છે. સુખોઈબનાવતી કંપની દ્વારા જ આ ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. રશિયાના નવીનતમ લડાકુ, એસયુ -55 થી વિપરીત, નવા ફાઇટરમાં માત્ર એક જ એન્જિન હશે તથા તે નાના હશે. નવા ફાઇટર એરક્રાફ્ટનું નામ તેની ક્ષમતા તથા તેનાથી સંબંધિત બીજી માહિતી ઉપલબ્ધ નથી.માનવામાં આવે છે કે રશિયાએ અમેરિકાના એફ 22 રેપ્ટર ફાઇટર એરક્રાફ્ટનો મુકાબલો કરવા માટે પણ સુખોઇ-55 લડાકુ વિમાનનું નિર્માણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયાનું ફાઈટર એરોપ્લેન અમેરિકાના નવીનતમ લડાકુ વિમાન એફ-35 સાથે સ્પર્ધા પણ કરી શકે છે. જેને 2015માં યુએસ આર્મીમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું રશિયા વિદેશી ગ્રાહકોને નવા ફાઈટર એરોપ્લેનનું વેચાણ પણ શરૂ કરી શકે છે. રશિયન વિમાન ઉત્પાદકોની અગ્રણી સંસ્થા રોઝટેકે એવું જણાવ્યું હતું કે નવા ફાઈટર એરોપ્લેન મંગળવારથી શરૂ થનારા એર શોમાં જ પ્રદર્શિત કરવામાં આવશે.દાયકાઓથી યુએસ તથા રશિયા વચ્ચેનો તણાવ આજદિન સુધી પણ ઓછો થયો નથી. આ ચિંતા માં એવું છે કે લશ્કરી વિમાનો પણ રશિયામાં બનાવવામાં આવે છે એમ વિચારીને કે તેઓ અમેરિકાના લડાકુ વિમાનો સાથે સ્પર્ધા પણ કરી શકે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: