24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરાયું રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

  • બનાસકાંઠામાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરાયું રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ
  • રેમડેસિવીર ઈન્જેકશન મેળવવા લોકોએ લગાવી લાંબી લાઈન

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ હજારથી વધુ કોરોના કેસો નોંધાયા છે. બનાસકાંઠામાં પણ દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રેમડેસીવીર ઈન્જેકશનનું વેચાણ બનાસકાંઠા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે વેચાતા રેમડેસિવીર ઈન્જેકશન માટે લોકો લાંબી લાંબી લાઈનો લગાવી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં ઇન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે. જરૂરિયાત વાળા દર્દીને તેમજ તાત્કાલિક જરૂર હોય તેવા દર્દીઓ માટે ડોકટરના અભિપ્રાય સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. ઇન્જેક્શન લેવા માટે લોકોને તકલીફ ના પડે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોરોના સામે લડવા માટે તંત્ર સજ્જ બન્યું છે. બનાસ કોવિડ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલમાં 176 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.. પ્રાઇવેટ હોસ્પિટલ સાથે એમઓયું કરી વધુ 400 બેડ તૈયાર કરાયા છે, કૉવીડ કેર સેન્ટર દરેક તાલુકા મથકે બનાવામાં આવ્યા છે.. રેમડીસિવિર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પણ પૂરી વ્યવસ્થા સચવાય તે માટે હાલ વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: