24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વાઘોડિયાના દિપ મંગલ ઈન્ડીયન પેટ્રોલ પંપ પર બની લુંટની ઘટના

  • વાઘોડિયાના દિપ મંગલ ઈન્ડીયન પેટ્રોલ પંપ પર બની લુંટની ઘટના
  • માસ્ક ધારી ત્રણ ઈસમોએ હવામાં ફાયરીંગ કરી કેશીયરને માર્યો માર
  • પેટ્રોલપંપ પરથી રૂપિયા ૨૭ હજારની રોકડ લઈ ચોરો થયા ફરાર
  • ચોરીની સમગ્ર ઘટના થઇ સીસીટીવીમાં કેદ

રાજ્યમાં ચોરો બેફામ બની રહ્યા છે. હાલોલ- વડોદરા રોડ પર આવેલ ભણીયારા પાસેના દીપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પરોઢીયે ચોરીની ઘટના બનવા પામી હતી. ત્રણ માસ્ક ધારીઓએ હવામાં ફાયરિંગ કરી પેટ્રોલ પંપ પરના કેશીયરને મારમારી ૨૭ હજારની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરોને પકડવા તજવીજ હાથ ધરી છે.

હાલોલ- વડોદરાના ભણીયારા પાસે આવેલ દિપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ મફતભાઈ પરમાર પોતાના પેટ્રોલપંપ પર પેટ્રોલ ડિઝલ ભરનારા ત્રણ લોકો સાથે નાઈટ શિફ્ટમાં ફરજ પર હાજર હતા. ત્યારે ત્રણ કર્મચારીઓ કામ પતાવી ઓફિસમાં પરોઢીએ સાડાપાંચ વાગે બાંકડા પર બેઠા હતા. કેશિયર પલંગમાં આરામ કરતા હતા, ત્યારે અચાનક ત્રણ લુંટારુઓ મોઢે માસ્ક બાંધી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ચઢ્યા હતા. હાથમાં તમંચા જેવુ હથિયાર બતાવી હિન્દી ભાષામાં ધમકાવી “પૈસે નિકાલ ઓર ચાવી દે” તેવુ કહેતા હતા. આ જોઈ ત્રણ કર્મચારીઓ ઓફિસના પાછળના દરવાજેથી બહાર નીકળી જીવ બચાવી ભાગ્યા હતા. અંદર આવેલ માસ્કધારી માંથી બે લુટારુ તેવોની પાછળ દોડ્યા હતા. અને થોડી જ વારમાં તમંચાથી હવામાં ફાયરિંગ કરતા ભાગેલા કર્મચારીઓ થરથર કાંપતા લુંટારુઓએ તેવોને બાનમા લઈ ઓફિસમા પરત લાવ્યા હતા. કેશિયરને એક લુંટારુએ એ પ્લાસ્ટિકની પાઇપ વડે બરડાના ભાગે માર મારવાનો શરુ કર્યો હતો. બે ઈસમોએ પ્રકાશ ભાઈને છોડી પેટ્રોલ પંપની ઓફીસના ટેબલના ડ્રોવર ખોલી ચેક કરતા એકે તમંચાની અણીએ ઓફીસના ટેબલમાં મુકેલ રોકડ રૂપિયા ૨૭ હજાર કેશીઅસના હાથે ડ્રોવર ખોલાવી લૂંટ્યા હતા. પછી બાઈક પર ત્રણેય ઇસમો બેસી જરોદ હાલોલ રોડ પર ભાગ છુટ્યા હતા. પેટ્રોલ પંપ પર થયેલ લૂંટની જાણ પેટ્રોલ પંપના માલિક ધર્મેન્દ્રસિંહ તખુભા જાડેજાને કરાતા તેઓ પેટ્રોલ પંપ દોડી આવ્યા હતા. પેટ્રોલપંપ પર લાગેલ સીસીટીવી ફુટેજમાં આખી લુંટની ઘટના રેકોર્ડ થતા વાઘોડિયા પોલીસે ફરી આદના આધારે લુટારુને શોધી કાઢવા ક્વાયત હાથ ઘરી છે. 

બજરંગ શર્મા લાઈવ ગુજરાત ન્યુઝ વાઘોડીયા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: