12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

  • સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
  • દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લીટર અને મુંબઈમાં પેટ્રોલ 97.00 પર પહોચ્યું
  • પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ સવારે છ કલાકે ભાવ વધે છે

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 12 માં દિવસે શનિવારે જોરદાર વધારો થયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ સાથે અહીં પેટ્રોલની કિંમત 90.58 રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલ પણ 37 પૈસા વધી લિટર દીઠ 80.97 રૂપિયા પર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 97.00 પર પહોંચી ગયું છે  જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે.  

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ ભોપાલમાં એક્સપી પેટ્રોલ 101.51 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. અહીં સામાન્ય પેટ્રોલની કિંમત પણ 98.60 રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલની વાત કરીએ તો, ભોપાલમાં તે પણ 90 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આજે, ભોપાલમાં ડીઝલની કિંમત 89.23 રૂપિયા છે. અને લખનઉમાં પેટ્રોલ 88.86 અને ડીઝલ 81.35 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. મુંબઈમાં તે પ્રતિ લિટર 88.06 રૂપિયા પર પહોંચી ગયું છે. તે જ સમયે, એક લિટર ડીઝલ પટનામાં 86.22 રૂપિયામાં ઉપલબ્ધ છે. પેટ્રોલના ભાવ પણ અહીં 92.91 રૂપિયા પર પહોંચી ગયા છે. બીજી તરફ, પડોશી રાજ્ય ઝારખંડની રાજધાની રાંચીમાં પેટ્રોલ 88.08 અને ડીઝલ 85.60 રૂપિયામાં મળી રહ્યું છે. કોલકાતાની વાત કરીએ તો પેટ્રોલ 91.78 રૂપિયા અને ડીઝલ 84.56 રૂપિયા પ્રતિ લિટર પર મળે છે. છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ 03.28 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ડીઝલ 3.49 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. આ વર્ષે ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીની જ વાત કરીએ તો આ દિવસોમાં પેટ્રોલ 6.77 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. નવા વર્ષમાં ડીઝલ 07.10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: