24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું અવસાન

  • ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું અવસાન
  • ફિલ્મ જગતમાં ફરી એકવાર શોકનું વાતાવરણ
  • રાજીવ કપૂરે બપોરે એક વાગ્યે લીધા અંતિમ શ્વાસ

અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું. રાજીવ કપૂર ચેમ્બુરમાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેમને રણબીર કપૂર અને પરિવારના બાકીના સભ્યો તાત્કાલિક ઇનલેક્સ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા.

બોલિવૂડ એક્ટર તથા રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. નીતુ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. તેમજ સૂત્રોના મતે, રાજીવ કપૂરને હાર્ટ અટેક આવ્યો હતો અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાજ રણધીર કપૂર હોસ્પિટલમાં જતાં સમયે એકદમ ભાંગી પડ્યા હતા. ત્યાર બાદ રણધીર કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તે હવે આ દુનિયામાં નથી. ડૉક્ટર્સે તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. હાલમાં હું હોસ્પિટલમાં છું અને તેની બૉડી મળે તેની રાહ જોઉં છું.   તેમજ બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા. રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. આ ઉપરાંત તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મેલી’ હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં. તેમજ 1999થી રાજીવ ફિલ્મ્સથી દૂર હતા. વર્ષ 2001માં 39 વર્ષની ઉંમરે તેમણે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયાં હતાં.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: