22 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

પાકિસ્તાનના કાવતરાનો ઘટસ્ફોટ

  • જૈશના આતંકવાદીએ કરી હતી ડોભાલની ઓફિસની રેકી
  • વીડિયો પાકિસ્તાની હેન્ડલર ડોક્ટરને મોકલવાનો હતો
  • સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઇક બાદ નિશાના પર ડોભાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સુરક્ષા વધારવામાં આવી છે. તેમની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ આ પગલું ભર્યું છે. 6 ફેબ્રુઆરીએ કાશ્મીરના શોપિયામાં રહેતા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન વીડિયો સામે આવ્યો છે. આતંકવાદીએ આ વીડિયો તેના પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો, જેને તે ડોકટરના નામથી ઓળખતો હતો.

જૈશનો આતંકવાદી હિદાયતુલ્લા મલિકે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે પોતાના પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર ડોભાલની ઓફિસ અને કેટલીક અન્ય મહત્ત્વપૂર્ણ ઇમારતોની રેકી કરી હતી. હિદાયતુલ્લા મલિકની અનંતનાગમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જૈશના ફ્રન્ટ ગ્રુપ લશ્કર-એ-મુસ્તફાનો ચીફ છે. ધરપકડના સમયે મલિક પાસે ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત મલિકે જણાવાયું હતું કે તે 24 મે 2019ના રોજ ઇંડિગોની ફ્લાઇટથી શ્રીનગરથી દિલ્હી આવ્યો હતો. મલિકને ડોભાલની ઓફિસ સરદાર પટેલ ભવન ઉપરાંત CISFની સુરક્ષા વ્યવસ્થાનો વીડિયો બનાવવાનો હતો. મલિકે આ વીડિયો વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો. આ દરમિયાન પૂછપરછ દરમિયાન મલિકે જણાવ્યું હતું કે રેકીનો વીડિયો જે પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો તેનું નામ ડોક્ટર છે. રેકી બાદ મલિક બસ દ્વારા કાશ્મીર પરત ફર્યો હતો. તેણે એવું પણ જણાવ્યું હતું કે 2019ના ઉનાળામાં તેણે સાંબા સેક્ટર બોર્ડર એરિયાની પણ રેકી કરી હતી. તેણે આ રેકી સમીર અહેમદ ડાર સાથે કરી હતી. સમીરની પુલવામા હુમલાના કેસમાં 21 જાન્યુઆરી 2020ના દિવસે ધરપકડ કરાઈ હતી. મલિકે પૂછપરછ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તેને મે 2020માં એક આત્મઘાતી હુમલા માટે સેંટ્રો કાર આપવામાં આવી હતી. આ માટે મલિક તેના સાથીદારો ઇરફાન ઠોકર, ઓમર મુસ્તાક અને રઈસ મુસ્તફા સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં એક બેંકની કેશવાનમાંથી 60 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. મલિકે પૂછપરછમાં પાકિસ્તાન સ્થિત 10 લોકોના સંપર્ક નંબરો, કોડ નામો પણ જણાવ્યાં છે. એનેસએ  ડોભાલ ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના નિશાના પર છે. જૈશના મસૂદ અઝહરની પણ ડોભાલ સાથે જૂની દુશ્મની છે. ડોભાલે જ મસૂદ અઝહરની પૂછપરછ કરી હતી  જ્યારે તેની 1994માં ધરપકડ કરવામાં આવી હતી. 1999માં કંધાર વિમાન અપહરણ થયા બાદ ડોભાલ જ મસૂદ અઝહરને લઈને કંધાર એરપોર્ટ ગયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: