23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

  • ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ થયું જાહેર
  • ધોરણ દસના સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા 
  • માત્ર 10.04 ટકા વિદ્યાર્થીઓ જ થયા ઉતીર્ણ
  • રાજ્યના 579 કેન્દ્રો પર લેવાઈ હતી ધો 10ના રીપીટર્સની પરીક્ષા 

ગુજરાત શિક્ષક બોર્ડે લીધેલ ધોરણ દસના સાડા ત્રણ લાખથી વધુ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવાર આઠ વાગ્યે પરિણામ બોર્ડની વેબસાઈટ https://result.gseb.org/ પર સવારે આઠ વાગ્યે ઓનલાઈન જાહેર થયું છે.જેમાં ધોરણ દસના સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે ધોરણ 10 રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ gseb.org પરથી પરિણામ જોઈ શકશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક પરથી પોતાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ માર્કશીટ અને સર્ટિફિકેટ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 15 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સ  અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 10.04 ટકા પરિણામ જાહેર થયું છે. કોરોના કાળ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં  3,26,505 વિદ્યાર્થીઓમાંથી 2,98,817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: