12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઉત્તરાખંડના તપોવનમાં બદલવામાં આવી રેસ્ક્યૂ સ્ટ્રેટેજી

  • ઉત્તરાખંડના તપોવનમાં બદલવામાં આવી રેસ્ક્યૂ સ્ટ્રેટેજી
  • ટનલમાં 13 મીટર નીચે પહોંચવા માટે ડ્રિલિંગ શરૂ
  • ઉત્તરાખંડમાં અત્યારસુધીમાં 32 શબ મળ્યા

ચમોલીના તપોવનમાં થયેલી દુર્ઘટનાનો આજે પાંચમો દિવસ છે. એનટીપીસી ની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને બચાવવાની કોશિશ હજી ચાલુ જ છે  જોકે ઓપરેશનની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટનલમાં 72 મીટર ડ્રિલિંગ કરવામાં આવી રહી છે. 13 મીટર નીચે સુધી હોલ કરવામાં આવશે. એ પછી કેમેરો અંદર નાખીને નીચેથી પસાર થઈ રહેલી બીજી ટનલમાં વર્કર્સ સુરક્ષિત છે કે નથી એની માહિતી મેળવવામાં આવશે.

ઉત્તરાખંડના તપોવનમાં રેસ્ક્યૂ સ્ટ્રેટેજી બદલવામાં આવી છે. તેમજ ટનલમાં 13 મીટર નીચે પહોંચવા માટે ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે. ડ્રિલિંગ મોડી રાતે બે વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું. અત્યારસુધીમાં સાડાછ મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. પહેલા 75 મિલીમીટર પહોળાઈનો હોલ કરવામાં આવી રહ્યો હતો. જોકે લગભગ એક મીટર પછી તેમાં મુશ્કેલી સર્જાઈ હતી. હવે લગભગ 50 મિલીમીટર પહોંળાઈનો હોલ કરવામાં આવી રહ્યો છે. આ ટનલની લંબાઈ લગભગ અઢી કિલોમીટર છે. એના મોટા ભાગનો હિસ્સો કાટમાળથી ભરાયેલા છે. આર્મી, ITBP, NDRF અને SDRFની ટીમો બુધવાર સુધી ટનલમાં સીધા પહોંચવાની કોશિશ કરી રહી હતી. 120 મીટર અંદર સુધી કાટમાળ સાફ કરવામાં આવ્યો.

જોકે એમાં મુશ્કેલી દેખાઈ તો ડ્રિલિંગ પર વિચાર કરવામાં આવ્યો. આ ઉપરાંત રેસ્ક્યૂ ટીમે બુધવારે સુરંગમાં અંદરની સ્થિતિ જાણવા માટે ડ્રોન અને રિમોટ સેંસિંગ ઉપકરણોની મદદ પણ લીધી હતી. જોકે એમાં પણ વધુ સફળતા મળી ન હતી. ત્યાજ અત્યારસુધીમાં 32 લોકોના શબ મળી ચૂક્યા છે. સરકારના જણાવ્યા મુજબ, દુર્ઘટના પછી 206 લોકો ગુમ થઈ ગયા છે, તેમાંથી 174 લોકોની હાલ કોઈ ભાળ મળી નથી. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઉત્તરાખંડ દુર્ઘટના વિશે જણાવ્યું હતું કે રવિવારે સમુદ્ર તળથી લગભગ 5600 મીટરની ઊંચાઈ પર 14 વર્ગ કિલોમીટરક્ષેત્રનો ગ્લેશિયર પડ્યું હતું.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: