19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કુબેરનગર સ્થિત છારાનગરમાં દમન મામલો

  • કુબેરનગર સ્થિત છારાનગરમાં દમન મામલો
  • પીડિત મહિલા સાક્ષીએ આપી કોર્ટમાં જુબાની
  • તત્કાલીન પી આઈ અને પી એસ આઈએ વાળ પકડી માર માર્યો હોવાની જુબાની
  • અનેક લોકોને ઢસડીને પોલીસ ચોકી લઇ ગયા હોવાની જુબાની

વર્ષ ૨૦૧૮ના જુલાઈમાં અમદાવાદના બહુ ચર્ચિત છારા નગર પોલીસ દમન મામલે શનિવારે પીડિત મહિલાએ કોર્ટમાં જુબાની આપી હતી અને પોલીસે ઘરમાં ઘૂસીને નિર્દોષ લોકોને માર માર્યો હોવાની કેફિયત આપી હતી.

વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારના છારાનગરમાં સરદારનગર પોલીસે માસૂમ નિર્દોષ લોકોને ઘરમાં ઘુસી ઘૂસીને માર મારવાના કેસમાં શનિવારે એક મહિલા સાક્ષીએ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.બી.પટેલ સમક્ષ જુબાની આપી હતી. મહિલાએ બનાવના દિવસે દારૂ પીધેલા પી.આઇ. વિરાની અને પી.એસ. આઈ. ડી.કે.મોરીએ મારા ઘરમાં ઘુસી જઇ વાળ પકડી ઢસડી ને કપડાં ફાડી અર્ધનગ્ન કરી મારતા મારતા પોલીસ ચોકી ગઈ ગયાની જુબાની આપી હતી.વધુ સુનાવણી 4થી ઓગસ્ટ એ હાથ ધરાશે . 27 જુલાઇ 2018ના રોજ છારાનગર વિસ્તારમાં પી.એસ આઈ ડી.કે મોરીએ પોલીસ ટીમ સાથે  રેડ કરી હતી જો કે આ રેડ દરમિયાન સન્ની નામના ઇસમ  સાથે કારની લાઈટ મારવા મામલે તત્કાલીન પી એસ આઈને મોરીને ઘર્ષણ થયું હતું.જેના પગલે મોરીએ પોલીસ  કંટ્રોલમાં  મેસેજ કરી એવી જાહેરાત કરી હતી કે,150 જેટલા લોકોએ પોલીસ પર હુમલો કરી માર મારવામાં આવ્યો છે. ત્યારે સેક્ટર 2 ના જે.સી.પી.અશોક યાદવે તેમના તાંબાના પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા.ત્યારે પોલીસે કોઈ પણ ખરાઈ કર્યા વગર ઘર સુઈ રહેલા લોકોને ઘર માંથી બહાર કાઢી માર માર્યા હતા.ઘર બહાર પાર્ક કરેલા વાહનોની તોડ ફોડ કરી હતી.પોલીસે 29 લોકોની ધરપકડ કરી હતી.આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે માર માર્યાની ફરિયાદ કરી હતી.આ ફરિયાદના3 વર્ષ બાદ કોર્ટે સાક્ષીઓને જુબાની આપવા સમન્સ જારી કર્યા હતા.આજે મહિલા સંગીતા સુનિલભાઈ તમંચેએ કોર્ટમાં જુબાની આપી હતી.મહિલા સાક્ષી તરફે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર અને દક્ષિણ ઇન્દ્રેકર હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસે 5 વકીલ અને 2 પત્રકારની પણ ધરપકડ કરી હતી.આરોપીઓએ સરદારનગર પી.આઈ. વિરાની.,જેસીપી અશોક યાદવ ,પીએસઆઇ ડી.કે.મોરી, ઢીલોન સહિત પોલીસ કર્મીઓની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: