24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

રજનીકાંતે રાજકારણને હંમેશ માટે કહ્યું અલવિદા

  • રજનીકાંતે રાજકારણને હંમેશ માટે કહ્યું અલવિદા 
  • રજનીકાંતે પોતાની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ને બંધ કરવાનો કર્યો નિર્ણય
  • સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી ઓળખાશે 
  • રજનીકાંતનું સંગઠન  હવે લોકોના હિત માટે કરતુ રહેશે કામ

સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી અને ત્યાર બાદ ક્યારેય પણ રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો  છે. રજનીકાંતે પોતાની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ રજનીકાંતે કહ્યું છેકે, તે રાજનીતિમાં ક્યારેય નહીં આવે. રજનીકાંત તરફથી કહેવામાં આવ્યું કે, બનવાવામાં આવેલ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી ઓળખાશે તેમજ સેવાનું કામ કરશે.

‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ખત્મ કરતાં રજનીકાંતે કહ્યું હતુકે  , “ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું.” રજનીકાંતે આ નિર્ણય ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીના પદાધિકારીઓ સથે વાતચીત કર્યા બાદ લીધો  છે. રજનીકાંતે પોતાના ફેન્સની સાથે પણ બેઠક કરી છે. ડિસેમ્બર 2020માં રજનીકાંતે રાજનીતિમાં ન આવવાની જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ તેમણે તેના પર ફરીથી વિચાર કરવાની વાત કહી હતી. એવામાં અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જ્યારે હવે રજનીકાંતે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને ભવિષ્યમાં રાજનીતિમાં ન આવવાની વાત કહી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.સોમવારે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી રજની મક્કલ મંદરમને પણ વિખેરી કાઢી છે.રજનીકાંતે કહ્યુ હતુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી.હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.આ પહેલા રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી.પણ હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝુકાવવા માટે હું ચર્ચા કરીશ.જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે.આ પહેલા રજનકાંતે એમ પણ કહ્યુ હતુ કે, જાન્યુઆરી 2021માં હું પાર્ટી લોન્ચ કરીશ અને આ પાર્ટી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા લોન્ચ થવાની હતી પણ ડિસેમ્બરમાં રજનીકાંતે યુ ટર્ન માર્યો હતો અને રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી હતી.એ પછી રજનીકાંતના સંગઠનના ઘણા સભ્યોએ તામિલનાડુની બીજી રાજકીય પાર્ટીઓ જોઈન કરી લીધી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: