21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે રાજ કુન્દ્રા

  • 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે રાજ કુન્દ્રા
  • મુંબઇ પોલીસે માંગી રાજકુન્દ્રાની કસ્ટડી
  • 19 જુલાઈએ ધરપકડ કરાઈ હતી રાજ કુન્દ્રાની
  • ક્રાઈમ બ્રાન્ચે પોર્ન મામલે રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી ગણાવ્યો

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઈલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે 19 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં કેસ નોંધ્યો હતો અને 19 જુલાઈએ તેની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રાજ કુન્દ્રાને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

ત્યારબાદ તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો હતો. આજે રાજ કુન્દ્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાજ કુન્દ્રાને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાની વધુ સાત દિવસની કસ્ટડીમાં રાખવાની માંગ કરી છે. પોલીસે કહ્યું કે, આ મામલે હજી પણ વધુ તપાસ અને પુરાવા મળવાના બાકી છે. જેના માટે તેમને સમય જોઇએ છે. પોલીસનું કહેવું છે કે, રાજ કુન્દ્રાએ ઓનલાઈન સટ્ટાબાજી પણ કરી છે. જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેના વીશે પણ હજી તપાસ કરવાની બાકી છે. તેથી રાજ કુન્દ્રાને પોલીસ કસ્ટડીમાં રાખવાની જરૂર છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ 21 જુલાઈએ કેટલાક જરૂરી ડેટા ડિલીડ કરવામાં આવ્યા છે. આ ડેટાને રિકવર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે કુન્દ્રાને નોટીસ મોકલવામાં આવી હતી ત્યારે તેના ગૂગલ અને એપલ સ્ટોરથી હોટસ્ટાર જેવી એપ્સને હટાવી દેવામાં આવી હતી. તેના હટાવ્યા બાદ કુન્દ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી હતી, જે તેનો પ્લાન બી હતો. તેના પર એડલ્ટ કન્ટેન્ટ સ્ટ્રીમ કરવામાં આવતી હતી. રાજ કુન્દ્રાનું કહેવું હતું કે, તેણે આ કંપનીને છોડી દીધી હતી. જો કે, કંપનીના દરેક ખર્ચની જાણકારી મળતી હતી. જે લગભગ 4000 થી 10000 ડોલર હતો. તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા પર ધમકી આપવા અને તેના નંબરને લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. પોર્ન મામલે રાજ કુન્દ્રાને મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગણાવ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: