12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠામાં ફંડ એકત્ર કરી ઓક્સિજન સીલીન્ડર અર્પણ કર્યા

  • બનાસકાંઠામાં ફંડ એકત્ર કરી ઓક્સિજન સીલીન્ડર અર્પણ કર્યા
  • બનાસકાંઠામાં વધી રહી છે ઓક્સિજનની માંગ
  • ગેનીબેન ઠાકોરે અને સદારામ શિક્ષણ સમિતિના યુવકો એકત્રિત કર્યું ફંડ  
  • ૧૦ લાખથી વધુના ઓક્સિજન સિલિન્ડરો આપી ગરીબ લોકોની કરી સહાય   

સમગ્રમાં રાજ્યમાં કોરોના લહેર યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના બીજા તબક્કામાં દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ખાસ કરીને મોટા ભાગના દર્દીઓમાં ઓક્સિઝન લેવલ ઘટી જતા સારવારમાં ખૂબજ મુશ્કેલી પડી રહી છે. એક સાથે ઓક્સિઝનની માંગ વધી જતાં તેની ભારે અછત વર્તાઈ છે. તેવામાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઈગામ, અને ભાભરમાં ગરીબ અને નિઃસહાય દર્દીઓને ઓક્સિઝન વગર સારવાર માટે ક્યાં જવું તેની મોટી સમસ્યા સર્જાય હતી. તેવામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકોની મદદ લઇ ઓક્સિજન ઉપલબ્ધ કરાવ્યું હતું.

ગેની બેન ઠાકોરે સદારામ શિક્ષણ સમિતિના યુવાનો દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. દાતાઓએ 500 રૂપિયાથી લઈ 51 હજાર રૂપિયા સુધીનું દાન આપી ઓક્સિઝન સિલિન્ડરની ખરીદી કરી હતી અને આ તમામ ઓક્સિઝન સિલિન્ડર સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અર્પણ કર્યા હતા. ઓક્સિજન અર્પણ કરાતા ગરીબ દર્દીઓને સારવાર કરાઈ રહી છે. આમ આ સદારામ શિક્ષણ સમિતિના યુવાનો અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મોતના મુખમાં જતા અનેક ગરીબ અને નિઃસહાય દર્દીઓને નવજીવન બક્સયું છે. 

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: