19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ

  • ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  
  • સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ
  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત
  • રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યૂ
  • છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં નોંધાયો વરસાદ
  • રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચ આસપાસ નોંધાયો વરસાદ
  • ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી
  • સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે.

ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને લઘુતમ 25.2 ડીગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વરસાદના  આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 98 તાલુકામાં સૌથી ઓછો 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ચોમાસું ભરપુર જામ્યુ હોય એમ ભારે વરસાદના પડી રહ્યો છે. આ વરસાદના કારણે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 20.05 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના  વિસાવદરમાં 18.05 ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: