12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે બદલાયો મોસમનો મિજાજ

  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે બદલાયો મોસમનો મિજાજ  
  • દિલ્હી એનસીઆરમાં શુક્રવાર સાંજથી જ ભારે વરસાદ  
  • દિલ્હીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી
  • પાણી ભરાવાના કારણે બંધ કરાયો આઝાદ માર્કેટ અંડરપાસ

લાંબા સમયના વિરામ બાદ દેશની રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે મોસમનો મિજાજ બદલાયો છે. આ સાથે જ દિલ્હીવાસીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે. તો બીજી બાજુ ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં ભરાયેલું પાણી મુશ્કેલીનું કારણ બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

તેમજ દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાવાના કારણે પરિવહન પ્રભાવિત થયું છે સાથેજ  ડીટીસી બસ પણ ખરાબ થઈ ગઈ છે. વધુમાં મળતી માહિતી અનુસાર  પાણી ભરાવાના કારણે આઝાદ માર્કેટ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે આઝાદ માર્કેટ અંડરપાસમાં 1.5 ફૂટ સુધીનું પાણી ભરાયું છે. ઉપરાંત પાણી ભરાવાના કારણે મિંટો બ્રિજ પર પણ વાહનોની અવર-જવર પ્રભાવિત થઈ છે. તે સિવાય મૂલચંદ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: