11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં જલ્દી થશે વરસાદનું આગમન

  • ગુજરાતમાં જલ્દી થશે વરસાદનું આગમન
  • અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં 4 દિવસ વરસાદની આગાહી

દેશમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. અનેક રાજ્યોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ હવામાન પલટવા જઈ રહ્યું છે. ગુજરાતમાં જલ્દી જ વરસાદનું આગમન થશે. ગુજરાતના અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ગુજરાતમાં 4 જૂનથી વરસાદનું આગમન થશે. આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન ખાતા આગાહી પગલે ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લાનું વડુ મથક આહવા ખાતે વાદળછાયું વાતાવરણ સાથે પવનની લહેર પણ જોવા મળી. સાપુતારા ખાતે પણ વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે જ છૂટા છવાયો વરસાદ પણ નોંધાયો.  હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં સૌથી પહેલા વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરાઈ છે. કેરળમાં 3 જૂન સુધી ચોમાસાનું આગમન થઇ શકે છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: