23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

  • રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
  • બધા તાનાશાહોના નામ M થી જ કેમ શરૂ થાય છે? : રાહુલ ગાંધી
  • રાહુલ ગાંધીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર લિસ્ટ કર્યું જાહેર 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ફરી કેન્દ્ર સરકાર પર ઈશારા-ઈશારામાં આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લિસ્ટ જાહેર કરીને લખ્યું છે કે, આટલા બધા તાનાશાહોના નામ Mથી કેમ શરૂ થાય છે. આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ વિશ્વના ઘણાં તાનાશાહોના નામનો ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં એફ. માર્કોસ (પેલેસ્ટાઈન), બી મુસોલિની (ઈટાલી), એસ. મિલોસેવિક (સર્બિયા), હુસ્ની મુબારક (મિસ્ર), મોબુતૂ (કાંગો), મિશેલ મિકોમબેરો (બરુંડી), પરવેશ મુશર્રફ (પાકિસ્તાન)નું નામ સામેલ કર્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કૃષિ કાયદાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની સીમાઓ પર પોલીસ દ્વારા બેરિકોડિંગ કરવામાં આવી રહ્યું છે. તે વિશે પણ રાહુલ ગાંધીએ સરકાર સામે સવાલ ઉભા કર્યા હતા. દિલ્હીની બોર્ડર પર સીમેન્ટથી બેરિકોડિંગ કરવામાં આવી રહ્યા છે, રસ્તા પર ખીલા પાથરવામાં આવ્યા છે. તદપરાંત આ વિશે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું છે કે, સરકારે પુલ બનાવવા જોઈએ, દિવાલો નહીં. આ ઉપરાંત કૃષિ કાયદા સિવાય ચીન મુદ્દે, અર્થવ્યવસ્થા સહિત ઘણાં અન્ય મુદ્દા પર પણ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે અને કોઈની વાત ના સાંભળવા અને ના ચર્ચા કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: