23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાહુલ ગાંધીએ કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર

  • રાહુલ ગાંધીએ કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર
  • પત્રકાર પરિષદ યોજી કૃષિ કાયદાને લઈ કર્યા પ્રહાર 
  • ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે : રાહુલ ગાંધી

કૃષિ કાયદાને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદ યોજી રાહુલ ગાંધીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રણ કૃષિ કાયદા (Farm Laws) ખેતીને બરબાદ કરી દેશે, હું તેનો વિરોધ કરતો રહીશ. હું આજે જે.પી.નડ્ડાના પ્રશ્નોના જવાબ આપીશ નહીં, માત્ર ખેડૂતો અને દેશના પ્રશ્નોના જવાબ આપીશ. વધુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી એક-એક પગલાના હિસાબથી ખેડૂતોને ખત્મ કરવામાં લાગ્યા છે. આ માત્ર ત્રણ કાયદા પર થોભીશ નહીં, પરંતુ અંતમાં ખેડૂતોને ખત્મ કરવા માંગે છે. જેથી કરીને દેશની આખી ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ વિરૂદ્ધ થઇ ગયો, તેમ છતાંય હું સાચા માટે લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી કે ભાજપથી ડરતો નથી. રાહુલ ગાંધી બોલ્યા કે આ લોકો મને હાથ પણ લગાવી શકે તેમ નથી, પરંતુ ગોળી મરાવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બોલ્યા કે આ લોકો ખેડૂતોને થકાવા માંગે છે પરંતુ તેમને બેવકૂફ બનાવી શકશે નહીં.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: