20 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

રાજુલા ખાતે યોજાશે પૂજ્ય મોરારી બાપુની રામકથા

  • ગત વર્ષે વિરામ થયેલી રામકથાનો કરાશે ફરીથી પ્રારંભ
  • ૨૦ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી ચાલશે રામકથા
  • ધારાસભ્ય અંબરીષ ડેરે રામકથા અંગે કર્યું હતું મીટીંગનું આયોજન
  • સરકારી ગાઈડલાઈન્સ મુજબ કરાશે કથાનું આયોજન  

ગત વર્ષે કોરોના મહામારીને કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉન થતા અનેક કાર્યક્રમો પર વિરામ લાગી ગયો હતો. ત્યારે ગત વર્ષે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પૂ.મોરારી બાપુની કથા ચાલી રહી હતી. લોકડાઉનને કારણે કથાને વીરામ આપવામાં આવ્યો હતો. ત્યારે વિરામ આપેલ રામકથા ફરી શરૂ કરવા ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ગાઈડલાઈન મુજબ ૨૦ એપ્રિલથી રામ કથાનો પ્રારંભ કરવામાં આવશે.

રાજુલાના રામપરા ચોકડી પાસે પૂજય. મોરારીબાપુની રામકથા ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે કથાને વિરામ આપવામાં આવ્યો હતો. બાકી રહેલી ૬ દિવસની રામકથા ૨૦ એપ્રિલથી ફરી શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા કથા બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે મોરારીબાપુની અધૂરી કથા હવે પૂર્ણ થશે. તારીખ ૨૦ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી રામકથા યોજવામાં આવશે. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ તેમજ કથાનું આયોજન વૃંદાવન બાગ રામપરા , અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલાના સેવા લાભાર્થે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મિટિંગમાં રાજુલા શહેર તેમજ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૦‌ એપ્રિલના રોજ રામકથા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ગાઇડલાઇન મુજબ રામકથાની શરૂઆત કરવામાં આવશે. સાથે-સાથે વેક્સિન કેમ્પ પણ ચાલુ રહેશે. અને કથા સ્થળે રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. ટેસ્ટ થયા બાદ કથામાં પ્રવેશ આપવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: