17 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

ઉત્તર પ્રદેશમાં 31 મે સુધી લંબાવાયુ લોકડાઉન

  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયુ
  • લોકડાઉન દરમ્યાન વેક્સિનેશન,મેડીકલ અને ફરજીયાત સેવાઓ રહેશે ચાલુ
  • આ નિર્ણયમાં પ્રદેશવાસીઓનો મળી રહ્યો છે સહયોગ

ઉત્તરપ્રદેશમાં આશિંક લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં યુપીમાં તારીખ 31 મી મે સવારે 7 વાગ્યા સુધી આંશિક લોકડાઉનનું અમલીકરણ થશે. આ દરમ્યાન વેક્સિનેશન , ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, મેડિકલ સેવાઓ અને બીજી જરૂરી તથા ફરજિયાત સેવાઓ અગાઉની જેમ ચાલુ રહેશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. કોરોનાની મધ્યે ઉત્તરપ્રદેશના ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ એવું કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના લોકોના જીવન અને જીવનનિર્વાહની સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ ભાવનાથી જ અમે કોરોનાની આ બીજી લહેરમાં આંશિક કોરોના કર્ફ્યુ નીતિને અપનાવી છે. રાજ્ય વ્યાપી આંશિક કોરોના કરફ્યુના પોઝીટીવ રીઝલ્ટ મળ્યા છે. તે કોરોના સંક્રમણની સાંકળ તોડવામાં પણ મદદ કરે છે. રાજ્યના લોકોનો પણ ઘણો સાથ મળી રહ્યો છે. સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે 31 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી આંશિક કોરોના કરફ્યુમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: