23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સરદારધામ ફેઝ 2નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલી ભૂમિ પૂજન

  • વડાપ્રધાન મોદી કરશે સરદારધામ ફેઝ-2નું ભૂમિ પૂજન
  • સરદારધામ ફેઝ-2નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલી ભૂમિ પૂજન
  • 200 કરોડના સરદારધામ ભવન અને 200 કરોડના છાત્રાલયનું કરશે ભૂમિ પૂજન
  • આગામી 11 સપ્ટેમ્બર શનિવારના દિવસે યોજાશે આ કાર્યક્રમ

આગામી વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે જેમાં ફરી એક વખત  ભગવો લહેરાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. જે અંતર્ગત હવે ભાજપે હવે  ગત ચૂંટણીમાં પક્ષથી નારાજ રહેલા પાટીદાર સમુદાયને મનાવવા હેતુ ખાસ રણનીતિ બનાવી છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી આગામી શનિવારે અમદાવાદ સ્થિત સરદારધામ ફેઝ-૨નું વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કરશે.

વર્ષ ૨૦૨૨ના ડીસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ૧ વર્ષથી વધુ સમય બાકી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથી જ રાજ્યમાં કેસરિયો અકબંધ રાખવા માટે તૈયારીઓ શરુ કરી દેવાય છે. જેના રોડ મેપને આખરી ઓપ હાલ કેવડીયા ખાતે ચાલી રહેલ પ્રદેશ કારોબારી બેઠકમાં આપી દેવામાં આવશે. ત્યારે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં પક્ષથી નારાજ રહેલા પાટીદાર સમુદાયને ફરી એક વખત પોતાની તરફેણમાં લાવવા માટે ભાજપ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરાય છે. જેના ભાગ રૂપે પાટીદાર સમુદાય  દ્વારા અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવી રહેલા સરદાર ધામ ફેઝ-૨નું ભૂમિ પૂજન વડાપ્રધાન મોદીના હસ્તે કરાવવાનું આયોજન કરાયું છે.  મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી આગામી શનિવાર એટલે કે ૧૧ સપ્ટેમ્બરે અમદાવાદ સ્થિત સરદાર ધામનું વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કરશે. રૂપિયા 200 કરોડના ખર્ચે  સરદારધામ ભવન અને 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર છાત્રાલયનું ભૂમિ પૂજન કરશે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: