23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની કરાઈ વરણી

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા પીએમ મોદી,વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ની વરણી કરવામાં આવી છે . કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા પ્રધાનમંત્રી મોદીને ચેરમેન બનાવાયા છે. આજે મળેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છેઉલ્લેખનીય છે કે અગાઉ પણ બે વખત સોમનાથ ટ્રસ્ટના ચેરમેનને લઇ થનારી વર્ચ્યુઅલ બેઠક રદ થયા બાદ આજે સાંજે 6:30 કલાકે આ બેઠક યોજાઈ હતી. સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પી. કે. લહેરી, જે. ડી.પરમાર સહીતના ટ્રસ્ટીઓ કાર્યરત છે. કેશુભાઈ પટેલ બાદ હવે પીએમ મોદી આ ટ્રસ્ટના નવા અધ્યક્ષ પદે પીએમ મોદીની વરણી થઈ છે. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: