12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વેસાક વૈશ્વિક સમારંભ”માં કર્યું સંબોધન

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વેસાક વૈશ્વિક સમારંભ”માં કર્યું સંબોધન
  • બુદ્ધ પૂર્ણિમા નિમિતે મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું સંબોધન
  • કોરોનાની લડાઈને આપણે સાથે મળીને જીતવાની છે : પીએમ મોદી

બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેસાક વૈશ્વિક સમારંભમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. સંબોધન દરમ્યાન પીએમ મોદીએ કોરોના મહામારી વિષે વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે આ મહામારી અનેક સદીઓમાં સૌથી ભયાનક રહી છે જેણે અનેક લોકોનો જીવ લીધો છે. કોરોના મહામારીની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. આ લડાઈને આપણે સાથે મળીને જીતવાની છે. આ મુશ્કેલ સમયમાં બુદ્ધના આદર્શો પર ચાલવું જરૂરી છે.

બુદ્ધ પૂર્ણિમા નિમિતે નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફ્રેનસના માધ્યમથી વેસાક વૈશ્વિક સમારંભમાં સંબોધન કર્યું હતું. ચાલી રહેલી કોરોના મહામારીને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાને કારણે આખી દુનિયા સંકટમાં છે. ભારત સહીત અનેક દેશોએ કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. કોરોના કાળમાં મેડીકલ સ્ટાફે જીવ દાવ પર લગાવીને સેવા કરી છે. જે લોકોએ આ દરમ્યાન પોતાનાઓને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના છે. કોરોનાએ આખી દુનિયાને બદલીને રાખી દીધી છે. આગળ પીએમ મોદીએ કહ્યું કે, આ લડાઈને આપણે સાથે મળીને જીતવાની છે. આ મુશ્કેલ સમયમાં બુદ્ધના આદર્શો પર ચાલવું જરૂરી છે. કોરોનાની વિરુદ્ધ યુદ્ધમાં આપણને બૌદ્ધ સંસ્થાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.  કોરોના મહામારી અંગે વડાપ્રધાને જણાવ્યું કે, આ મહામારી અનેક સદીઓમાં સૌથી ભયાનક રહી છે જેણે અનેક લોકોનો જીવ લીધો છે. કોરોના મહામારીની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. આપણા વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ સતત કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છે અને વેક્સિનનું કામ પણ ચાલુ છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: