24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

બંગાળમાં પ્રધાનમંત્રી મોદીની ગર્જના

  • બંગાળમાં પ્રધાનમંત્રી મોદીની ગર્જના
  • વડાપ્રધાને પશ્ચિમ બંગાળના કાંથી ખાતે ચૂંટણી સભાને સંબોધી
  • બીજી મેના રોજ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં સરકાર બનાવશે : મોદી
  • બીજી મેએ દીદીની વિદાય નક્કી છે : મોદી
  • ભાજપ સરકાર અહીં સ્કીમને સ્કેમ બનાવતા અટકાવશે. : મોદી
  • બંગાળે સમગ્ર ભારતને વંદે માતરમનો નારો આપ્યો : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વખત પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં ગર્જના કરી હતી. વડાપ્રધાને મોદીએ કાંથી ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી અને બીજી મેના રોજ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં સરકાર બનાવશે તેવો હુંકાર પણ કર્યો હતો.

વડાપ્રધાને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ખુબ આકરા પ્રહારો કર્યા હતા અને આ ધરતી પર કોઈ બહારનું નથી તેમ પણ કહ્યું હતું. ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું  કે, જે યુવાનો પહેલી વખત મત આપી રહ્યા છે તેમના માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. બંગાળમાં હવે સાચા પરિવર્તનની જરૂર છે, જે ફક્ત અને ફક્ત ભાજપ જ લાવી શકશે. બીજી મેએ દીદીની વિદાય નક્કી છે. મમતા દીદી આજકાલ મેદિનીપુરમાં આવીને બહાના જ બનાવી રહ્યા છે. વધુમાં વડાપ્રધાને એવું કહ્યું હતું  કે, બંગાળની જનતા દીદીને તેમના પાપોની સજા આપવા તૈયાર છે. જ્યારે જનતાને જરૂર હોય છે ત્યારે દીદી દેખાતા નથી. ભાજપ સરકાર અહીં સ્કીમને સ્કેમ બનાવતા અટકાવશે. વધુ પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, બંગાળે સમગ્ર ભારતને વંદે માતરમનો નારો આપ્યો છે . બંગાળની ભૂમિ પર કોઈ બહારનું  છે જ નહિ , ગુરૂદેવની ધરતી પર કોઈ બહારનું નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: