23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

વડાપ્રધાન મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ e-RUPI ને કરી લોન્ચ

  • વડાપ્રધાન મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ e-RUPI ને કરી લોન્ચ
  • ડિજિટલ ચૂકવણીનું એક પ્લેટફોર્મ છે e-RUPI
  • e-RUPI થી ટ્રાન્ઝેક્શનમાં આવશે પારદર્શિતા:પીએમ મોદી  
  • અનેક સરકારી યોજનાઓમાં e-RUPI નો ઉપયોગ કરવામાં આવશે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ e-RUPI ને લોન્ચ કરી છે. e-RUPI  એ ડિજિટલ ચૂકવણીનું એક પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને ફાયદો થશે. PM મોદીએ કહ્યું કે ભારત આજે વિશ્વને જોઈ રહ્યો છે કે ટેક્નોલોજીને એડોપ્ટ કરવામાં, તેનાથી જોડાવવામાં તે કોઈની પણ પાછળ નથી. નવીનતાની વાત હોય, સર્વિસ ડિલિવરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ હોય, ભારત દુનિયાના મોટા દેશો સાથે મળીને ગ્લોબલ લીડરશીપ આપવાની કેપેસિટી ધરાવે છે.

પીએમએ કહ્યું કે  અગાઉ આપણા દેશમાં કેટલાક લોકો એવું કહેતા હતા કે ટેક્નોલોજી તો માત્ર અમીરોની ચીજ છે, ભારત તો ગરીબોનો દેશ છે. આથી ભારત માટે ટેક્નોલોજીનું શું કામ? જ્યારે અમારી સરકારી ટેક્નોલોજીને મિશન બનાવવાની વાત કરતી હતી ત્યારે અનેક રાજનેતા, કેટલાક ખાસ પ્રકારના એક્સપર્ટ્સ તેમના પર પ્રશ્નો ઉઠાવતા હતા. આજે દેશે તે લોકોના વિચારોને નકાર્યા છે, અને ખોટી સાબિત કરી છે. આજે દેશના વિચાર અલગ છે,. આજે આપણે ટેક્નોલોજીને ગરીબોની સહાયની, તેમની પ્રગતિના એક સાધન તરીકે જોઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જ નહીં, જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ સારવારમાં, કોઈના અભ્યાસમાં કે બીજા કાર્ય માટે કોઈ સહાય કરવા માંગે તો રોકડાની જગ્યાએ eRUPI આપી શકશે. તેનાથી એ પણ સુનિશ્ચિત થશે કે તેના દ્વારા અપાયેલું ધન, તે જ કામમાં ઉપયોગમાં લેવાયું છે જે કાર્ય માટે તે રકમ અપાઈ છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે આજે દેશ ડિજિટલ ગવર્નન્સને એક નવો જ  આયામ આપી રહ્યો છે. eRUPI વાઉચર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને, DBT ને વધુ પ્રભાવી બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર છે. તેનાથી લક્ષ્યાંકિત, પારદર્શક અને લીકેજ ફ્રી ડીલીવરી માં બધાને મોટી સહાય મળશે. મળતી માહિતી અનુસાર ઈ વાઉચર તરીકે મોબાઈલ પર ક્યુંઆર કોડ કે પછી એસએમએસ મળશે. અનેક સરકારી યોજનાઓમાં e-RUPI નો ઉપયોગ પણ કરવામાં આવશે. તેનાથી કેશ લેવડદેવડ ઘટશે તથા મધ્યસ્થની ભૂમિકા પણ ખતમ થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: