13 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના આવ્યા બાદ પ્રથમ બજેટની રજૂઆત

 • કોરોના આવ્યા બાદ  પ્રથમ બજેટની રજૂઆત
 • દેશભરના લોકોની બજેટ 2021 પર છે નજર
 • બજેટ 2021ને આત્મ નિર્ભર બજેટ તરીકે ઓળખાવ્યું
 • જીએસટી વસૂલાત પર કોરોનાની અસર સમાપ્ત
 • નવી ટેક્સ વ્યવસ્થામાં પીએફ  અને એલટીસી  પર છૂટ શક્ય
 • હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ છૂટ વધી શકે છે
 • હોમ લોન પર વ્યાજમાં વધુ એક વર્ષ માટે છૂટ
 • ખેડૂત સન્માન નિધિની રકમ 2000 વધી શકે છે
 • સેંસેક્સ 1600 ને પાર,સેંસેક્સ 1600 ને પાર

ભારતની સંસદમાં બજેટ 2021ની રજૂઆત થઈ ગઈ છે. દેશના નાંણા પ્રધાન નિર્મલા સિતારમણ કોરોના પછીનું પહેલું બજેટ રજૂ કર્યું છે. ત્યારે વર્ષ 2021 એક ઐતિહાસીક વર્ષ તરીકે રજૂ થઈ રહ્યું છે. જેને લઈ તમામ લોકોની નજર તેના પર છે. મુશ્કેલીના સમયમાં પણ મોદી સરકારનો લક્ષ્‍ય ખેડૂતોની આવક વધારવાનો છે.

ભારતની સંસદમાં બજેટ 2021ની રજૂઆત થઈ ગઈ છે. દેશના નાંણા પ્રધાન નિર્મલા સિતારમણ કોરોના પછીનું પહેલું બજેટ રજૂ કર્યું છે. ત્યારે વર્ષ 2021 એક ઐતિહાસીક વર્ષ તરીકે રજૂ થઈ રહ્યું છે.બજેટ ની શરૂઆત સાથે  સીતારમણે કહ્યું કે, આજે ભારત આશાઓનો દેશ બની ગયો છે. રવિન્દ્રનાથ ટાગોરે ની પંક્તિ “આશા એક એવું પક્ષી છે, જે અંધારામાં પણ ગણગણાટ કરે છે.” ની સાથે શરૂઆત  સાથે મુશ્કેલીના સમયમાં પણ મોદી સરકારનો લક્ષ્‍ય ખેડૂતોની આવક વધારવાનો છે. સાથે સાથે અત્યાર સુધીની જાહેરાતોમાં સ્વાસ્થય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી થનાર 4 રાજ્યો તમિલનાડુ, કેરણ, બંગાળ અને આસામમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 2.27 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. તેમાં બંગાળ કરતા વધારે ફોકસ તમિલનાડુ પર કરવામાં આવ્યું છે.

તો ચાલો જોઈએ 2021 ના બજેટની મોટી વાતો…

ખેડૂતો માટે

 • 2021-22માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.
 • એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી એપીએમસીની પણ પહોંચ હશે. કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનાવાશે. તમિલનાડુમાં મલ્ટીપર્પજ સી-વિડ પાર્ક બનાવાશે.

ગરીબો માટે

 • વન નેશન, વન રેશન કાર્ડને 32 રાજ્યોમાં મંજૂર કરવામાં આવશે. 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે.
 • ઉજ્જવલા યોજનાના ફાયદો 1 કરોડ વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.

એજ્યુકેશન માટે

 • NGO, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક શાળાઓની શરૂઆત થશે.
 • લદ્દાખમાં હાયર એજ્યુકેશન માટે લેહમાં સેન્ટ્રલ યૂનિવર્સિટી બનાવાશે.
 • આદિવાસી વિસ્તારમાં 750 એકલવ્ય મોડલ શાળામાં સુવિધાઓમાં સુધારા થશે.
 • અનૂસૂચિત જાતિના 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35219 કરોડ રૂપિયા ખર્ચ થશે.
 • આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ લવાશે.

ઈન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટર માટે

 • ઈન્સ્યોરન્સ એક્સ 1938માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને 49%થી વધારીને 74% કરવામાં આવશે.
 • IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. LIC માટે IPO પણ લાવવામાં આવશે.
 • સરકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છૂટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.

હેલ્થ માટે

 • ન્યૂટ્રીશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાય વધારવામાં આવશે
 • શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે
 • નિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. તેમાં 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે.
 • 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે.
 • 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે.
 • ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.

ઈન્ફ્રાસ્ટ્રકચર માટે

 • ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે ડેવલોપમેન્ટ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુટની જરૂરિયાત છે. તેના માટે એક બિલ લાવવામાં આવશે. 20 હજાર કરોડ રૂપિયા તેની પર ખર્ચવામાં આવશે, જેથી 5 લાખ કરોડ રૂપિયાના લેન્ડિંગ પોર્ટફોલિયોને 3 વર્ષમાં બનાવી શકાય.
 • પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને મોનેટાઈઝ કરવા પર ધ્યાન આપવામાં આવશે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ થશે. તેનું એક ડેશબોર્ડ બનશે જેથી આ મામલાઓ પર નજર રાખી શકાય.
 • નેશનલ હાઈવેઝ ઓથોરિટીઝ પણ આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરશે. રેલવે પણ ફ્રેટ કોરિડોરને મોનેટાઈઝ કરશે. આગળ જે પણ એરપોર્ટ બનશે, તેમાં પણ મોનેટાઈઝેશન પર ધ્યાન આપવામાં આવશે.

રેલવે માટે

 • રેલવેએ નેશનલ રેલ પ્લાન 2030 બનાવ્યો છે. જેથી ફ્યૂટર રેજી રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી કરી શકાય. જૂન 2022 સુધી ઈર્સ્ટન અને વેર્સ્ટન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર તૈયાર કરી શકાય. સોમનગર-ગોમો સેખ્સન પીપીપી મોડમાં બનાવવામાં આવશે.
 • ગોમો-દમકુની સેક્શન પણ આ રીતે બનશે. ખડગપુર-વિજયવાડા, ભુસાવલ-ખડગપુર, ઈટારસી-વિજયવાડામાં ફ્યૂચર રેડી કોરિડોર બનાવવામાં આવેશે. ડિસેમ્બર 2023 સુધી 100 ટકા બ્રોડગેજનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
 • વિસ્ટા ડોમ કોચ શરૂ થશે જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલોપ થશે.
 • 1.10 લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યાં છે. 1.07 લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.

મેટ્રો માટે

 • શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. 20 હજાર બસો તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે.
 • 702 કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. 27 શહેરોમાં કુલ 1016 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.ઓછા ખર્ચે ટિયર-2 શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.
 • કોચ્ચિમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નાઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.
 • બેંગલુરુમાં પણ 14788 કરોડ રૂપિયાના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રો લાઈન બનશે. નાગપુર 5976 કરોડ અને નાસિકમાં 2092 કરોડથી મેટ્રો બનશે.

ચૂંટણી વાળા 3 રાજ્યો માટે

 • ભારતમાલા પ્રોજેક્ટ માટે 3.3 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યાં છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈકોનોમિક કોરિડોર બનાવાશે. 3500 કિમી નેશનલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ તમિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે.જેનું કંન્ટ્રક્શન આગામી વર્ષે શરૂ થશે.
 • 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે. જેના હેઠળ મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં આની પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
 • બંગાળમાં 25 હજાર કરોડના ખર્ચે હાઈવે બનશે. કોલકાતા-સિલીગુડી રોડનું અપગ્રેડેશન થશે. 34 હજાર કરોડ રૂપિયા આસામમાં નેશનલ હાઈવે પર ખર્ચ થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: