17 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

આશા સાથે અમદાવાદમાં શરુ થઇ જગન્નાથજીની રથયાત્રાની તૈયારી

  • રથયાત્રાના રૂટ પર શહેર પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ
  • સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
  • SRP સહીત  શહેર પોલીસના જવાનો જોડાયા ફૂટ પેટ્રોલિંગ
  • 12 જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રા  
  • 24 જૂને નિયમો સાથે નીકળશે જળયાત્રા

આગામી ૧૨ જુલાઈએ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.કોરોનાના પગલે ગત વર્ષે રદ્દ કરવામાં આવેલી રથયાત્રા ચાલુ વર્ષે નીકાળવા માટે સરકારી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરુ કરાઈ છે.જેના ભાગ રૂપે રથયાત્રાના રૂટ પર મંગળવારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.સામાન્ય રીતે દર વર્ષે રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સધન કરી દેવામાં આવે છે.મંગળવારે કરાયેલ ફૂટ પેટ્રોલીંગમાં પોલીસની સાથે એસઆરપી જવાનો પણ જોડાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી ૧૨ જુલાઈએ અષાઢી બીજ છે અને તે દિવસે રથયાત્રા નીકળતી હોય છે.જો કે તે પહેલા ૨૪ જુને પરંપરાગત જળયાત્રા નીકળશે.જેને કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે મંજુરી આપવામાં આવી છે.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: