12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

હોળીના તહેવાર પર કોરોના વાઇરસના ભરડામાંથી મુક્તિની ઠેર ઠેર કરાઈ પ્રાર્થના

  • કોરોના મહામારી વચ્ચે હોલિકા દહન યોજાયું
  • કોરોનાને કારણે હોળીની ઉજવણી ફિક્કી પડી
  • હોળીના તહેવારની ઠેર ઠેર કરાઈ કરફ્યું પહેલા ઉજવણી
  • કોરોના વાઇરસના ભડકામાંથી મુક્તિ માટેની કરી પ્રાર્થના
  • લોકોએ વૈદિક પધ્ધતિથી હોળી પ્રગટાવીને કરી પર્વની ઉજવણી

અમદાવાદ શહેરમાં દરવર્ષે આ પર્વની ઉજવણી જોરોશોરથી થાય છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, કારણકે આ પર્વની તમામ લોકો પોતાના પરિવારના વડીલો અને મિત્રો સાથે મળીને કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે હોળીની ઉજવણી ફિક્કી પડી છે. આ વર્ષે પણ શહેરના અનેક લોકોએ વૈદિક પધ્ધતિથી હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરી છે.

શહેરભરમાં રવિવારે ઠેરઠેર હોલિકા દહનના કાર્યક્રમ યોજાયા હતા. જોકે રાત્રે 9થી કર્ફ્યૂ લાગી ગયો હોવાથી તમામ સ્થળે 9 પહેલા જ હોળીની પૂજાવિધિ સંપન્ન કરવી પડી હતી. આ વર્ષે હોલિકા દહનનો ટ્રેન્ડ પણ બદલાયો છે. અમદાવાદની અંદાજે એક હજાર સોસાયટીએ વૈદિક હોળીનો ચીલો ચાતર્યો છે. પર્યાવરણના જતન માટે વૈદિક હોળીમાં લાકડાને બદલે ગૌ કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના સંખ્યાબંધ વિસ્તારોમાં આ પ્રકારની ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકોએ હોળી પ્રગટાવી હતી .જેમાં તમામ લોકો માસ્ક પહેરીને હોળીની પ્રદક્ષિણા કરી હતી. સાથે શાહપુર વિસ્તારમાં પણ લોકોએ પહેલાં શુભ મુહુર્તમાં હોળી પ્રગટાવી હતી. જેમાં લોકોએ ભીડ ન થાય તે માટે અલગ વ્યવસ્થા કરી હતી. માધુપુરા  વિસ્તારમાં પણ લોકોએ વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવી હતી. તેમજ શહેરીજનો તમામ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા હતા. આ રીતે શહેરમાં તમામ જગ્યાએ આ પર્વની ઉજવણી કરવામાં આવી છે.દર વર્ષ સૂર્યાસ્ત બાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ શહેરમાં રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા ધ્યાનમાં રાખીને લોકોએ પહેલાં મુહુર્તમાં 7 વાગ્યા પહેલા હોળી પ્રગટાવીને ઉજવણી કરી હતી. સાથે સાથે લોકોની ભીડ ન થાય તે માટે પણ લોકોએ વહેલા જ હોળી પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો.

કેમેરામેન સચિન પઢીયાર સાથે અંજલી પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: