24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી

  • પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી
  • GPSC દ્વારા પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય
  • ૨૨-૨૬ એપ્રિલ દરમિયાન યોજાવાની હતી શારીરિક કસોટી
  • એપ્રિલમાં લેવામાં આવનાર તમામ પરીક્ષાઓ મુલતવી રખાઈ છે
  • ૨ મે થી શરૂ થતી પરીક્ષાઓ બાબતે પરિસ્થિતિની સમીક્ષા કરાશે
  • ૨૫ થી ૨૮ એપ્રિલ દરમિયાન  મે મહિનાની પરીક્ષા અંગે નિર્ણય લેવાશે

કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન ગુજરાતનો ભરડો લઇ રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પોલીસ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન યોજાનારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જીપીએસસી દ્વારા મુલતવી રાખવાનો નિર્ણય ગુરુવારે  કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વિકરાળ રૂપ ધારણ કરી રહ્યા છે. જેના પગલે રાત્રી કર્ફ્યું અમલી બનાવવામાં આવ્યા છે છતાં પણ કોરોના સંક્રમણ વધતું અટકતું નથી ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગુરુવારે GPSC દ્વારા ૨૨-૨૬ એપ્રિલ દરમિયાન યોજાનાર પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલ મહિનામાં યોજાનારી  તમામ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જો કે બીજી  મે થી શરૂ થતી પરીક્ષાઓ બાબતે પરિસ્થિતિની સમીક્ષા કરી ૨૫ થી ૨૮ એપ્રિલ દરમિયાન નિર્ણય લેવાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના હજારો કેસ આવી રહ્યા છે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: