24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

રેમડેસિવીર ઈન્જેકશનને લઇ થઇ રહી છે રાજનીતિ

  • રેમડેસિવીર ઈન્જેકશનને લઇ થઇ રહી છે રાજનીતિ
  • અમિત ચાવડા અને સી .આર પાટીલ ઈન્જેકશનને લઇ આવ્યા આમને સામને
  • પંચમહાલ જિલ્લા ખાતે પ્રચાર કરવા આવેલા અમિત ચાવડાએ ઉઠાવ્યા અનેક સવાલ
  • પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી…? અમિત ચાવડા 
  • ઈન્જેક્શનને લઈ રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી : સી.આર પાટીલ

રાજ્યમાં જેમ જેમ કોરોના કેસો વધી રહ્યા છે તેમ તેમ રેમડેસિવીર ઈન્જેકશનની માંગ પણ વધી રહી છે. રેમડેસિવીર ઈન્જેકશનને લઇ રાજનીતિ ગરમાઈ છે. રેમડેસિવીર ઈંજેક્શનને લઈ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે કોંગ્રેસ અને ભાજપના બે દિગ્ગજ પ્રદેશ પ્રમુખ સામ સામે આવ્યા છે. ઈંજેક્શનને લઈ રાજ્ય સરકારે કોઈ મદદ નથી કરી હોવાનો દાવો સી.આર.પાટીલે કર્યો તો બીજી તરફ અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યની સાડા છ કરોડ જનતાને CM ઈંજેક્શન મામલે ખુલાસો  આપે.

સુરત શહેરના ભાજપ કાર્યાલય ખાતે રેમડીસીવીર ઈંજેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને લઈ સિસ્ટમ વિષે અનેક અણીયારા સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ ઈંજેક્શન માટે લોકો રઝળી રહ્યા છે તો બીજી તરફ ૫ હજાર ઈંજેક્શનના જથ્થાનું વિતરણ સી.આર પાટીલે સુરતના ભાજપ કાર્યાલય ખાતે કર્યું હતું. ઈન્જેકશનની અછત હોવા છતાં વિતરણ માટે ઈન્જેકશન ક્યાંથી આવ્યા તેવા અનેક સણસણતા પ્રશ્નો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા હતા. મોરવા હડફના સુલીયાત ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. અને ઈંજેક્શનને લઇ રાજયના મુખ્યમંત્રી રાજયની સાડા છ કરોડ જનતાને જવાબ આપે તેમ જણાવ્યું હતું. પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે, લાઈનોમાં ઉભા રહેવું પડે છે છતા ઇન્જેક્શન નથી મળી રહ્યા. ત્યારે પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી ?  મોરવા હડફ ખાતેની ભાજપની સમીક્ષા બેઠકમાં હાજર સી.આર.પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઈન્જેક્શનને લઈ રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી.સુરત શહેરના સેવાભાવી લોકોએ ૫ હજાર ઇન્જેક્શન ખરીદ્યા છે. અમે સરકારની સાથે સાથે પૂરક ઇન્જેક્શન તરીકે આપવાના હોવાનું જણાવ્યું હતું. 

શાહીન શેખ લાઈવ ગુજરાત ન્યુઝ શહેરા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: