12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મહારાષ્ટ્રના નાંદેડમાં લોકડાઉન દરમિયાન પોલીસકર્મચારીઓ પર કરાયો હુમલો

  • મહારાષ્ટ્રના નાંદેડમાં લોકડાઉન દરમિયાન ધાર્મિક શોભાયાત્રાનું કરાયું આયોજન
  • પોલીસકર્મીઓ દ્વારા ધાર્મિક શોભાયાત્રાને અટકાવતા જૂથ વચ્ચે સર્જાઈ અથડામણ
  • ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસ પર કર્યો હુમલો
  • હુમલા દરમિયાન 4 પોલીસ જવાન થયા ઘાયલ
  • ટોળાને કાબૂ કરવામાં ઓછી પડી પોલીસની સંખ્યા
  • દિવસે ને દિવસે કોરોના ના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના નાંદેડમાં

ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ વચ્ચે સોમવારે નાંદેડમાં હોલા મોહલ્લાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો લોકો ગુરુદ્વારાના પરિસરમાં ભેગા થયા હતા. તેમની વચ્ચે ઘણી સ્ત્રીઓ પણ હતી. લોકડાઉન ના કારણે પોલીસકર્મચારીઓએ ધાર્મિક શોભાયાત્રાને રોકી હતી. જેને લઈને પોલીસ દ્વારા જૂથને અટકાવતા તેઓ ભડક્યા હતા. તેમજ ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં 4 પોલીસ જવાન ઘાયલ થયા છે.

તાજેતરમાં કોરોના ના વધી રહેલા કેસોને લઇ મહારાષ્ટ્ર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ તમામ વચ્ચે નાંદેડમાં હોલા મોહલ્લાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો લોકો ગુરુદ્વારાના પરિસરમાં ભેગા થયા હતા. તેમની વચ્ચે ઘણી સ્ત્રીઓ પણ હતી. લોકડાઉન ના કારણે પોલીસકર્મચારીઓએ ધાર્મિક શોભાયાત્રાને અટકાવતા  આક્રોશમાં આવેલા  ટોળાએ બેરિકોડ્સ તોડી  અને રસ્તા પર પાર્ક કરેલાં વાહનોને તોડી નાખ્યાં હતાં. તેમાંથી કેટલાકના હાથમાં તલવારો પણ હતી. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ટોળાને કાબૂમાં કરવામાં ઓછી પડી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ અને જુઠા વચ્ચે થયેલ અથડામણ ને લઇ નાંદેડના એસપીએ જણાવ્યું  હતું કે ‘કોરોનાને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે હોલા મહોલ્લાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ અંગે ગુરુદ્વારા સમિતિએ ખાતરી આપી હતી કે તેઓ આ કાર્યક્રમ પરિસરની અંદર જ કરશે. સાંજે 4 વાગ્યે જ્યારે નિશાન સાહિબને ગેટ પર લાવવામાં આવ્યા, ત્યારે લોકો શોભાયાત્રા કાઢવા માટે દલીલ કરવા લાગ્યા હતા.’ પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો 300-400 લોકોએ ગેટ તોડી પોલીસ પર હુમલો કરી દીધો હતો, જેમાં 4 પોલીસ જવાન પણ ઘાયલ થયા છે. આ હિંસક ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: