- કડીમાં થયેલી ચોરીની ઘટના ઉકેલવામાં પોલીસને સાંપડી સફળતા
- CCTV ફૂટેજના આધારે ચોરની ઓળખ થઈ
- અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી પકડાયો આરોપી
- 20,000 રૂપિયા અને સોનાની લગડી સાથે 2.70 લાખનો મુદ્દામાલ કરાયો રિકવર
કડીમાં લૂંટ અને ચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોરીની અનેક ઘટનાઓ વચ્ચે કડી પોલીસને તાજેતરમાં થયેલી એક ચોરીની ઘટનાને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે. જેમાં એક ઘરફોડ ચોરીની ઘટનામાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરતા અમદાવાદથી આરોપીને ઝડપી લઈ 20,000 રુપિયા રોકડ અને સોનાની લગડી સહિત કુલ રૂપિયા 2.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
કડી ટાઉનમાં 3.90 લાખની તસ્કરી મામલે કડી પોલીસને બનાવ સ્થળ નજીકથી CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. જે ફૂટેજના આધારે કડી પોલીસે ચોર શખ્સની ઓળખ કરતા અમદાવાદ સરખેજ વિસ્તારમાં અંબર ટાવર પાસે પન્ના ફ્લેટમાં રહેતો મોઇનખાન પઠાણ ઉર્ફે મુરઘી, બાપુ હોવાની માહિતીના આધારે પોલીસે તેને ત્યાં જુહાપુરના હંગામી સરનામે તપાસ કરતા આરોપી શખ્સ મળી આવ્યો હતો. તેની પૂછપરછમાં આરોપી શખ્સે ચોરીનો મુદ્દામાલ તેના મિત્ર સાહિલ ઉર્ફે સુરતી શેખને ત્યાં સંતાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બન્ને આરોપીને હસ્તગત કરી ચોરી કરાયેલી સોનાની 59.280 ગ્રામ વજનની લગળીની કિંમત રૂપિયા 2.50 લાખ અને 20 હજાર રોકડા મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, તો બાકીના મુદ્દામાલની રિકવરી મામલે પોલીસ દ્વારા કોઈ ઉલ્લેખ કરાયો નથી.
- અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ મહેસાણા