24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કાંકરેજના થરા વિસ્તારમાં પોલીસે કર્યું માસ્કનું વિતરણ

  • કાંકરેજના થરા વિસ્તારમાં પોલીસે કર્યું માસ્કનું વિતરણ
  • સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે માસ્ક પહેરવું છે ફરજીયાત   
  • કાંકરેજમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે કરાઈ રહ્યા છે પ્રયાસ

દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. દેશમાં રોજના ૧ લાખથી વધારે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. જેને કારણે દેશમાં ફરી લોકડાઉન આવી શકે તેવું લાગી રહ્યું છે. તે ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. માસ્ક તેમજ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. પરંતુ અનેક લોકો માસ્ક વગર પણ નજરે પડતા રહે છે. ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં તેમજ બનાસકાંઠામાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે થરા પીએસઆઈ એમ.બી દેવડા,પોલીસ સ્ટાફ ટીઆરબી જવાનોએ થરાની બજારમાં માસ્ક વગર ફરતા નગરજનોને સચેત કર્યા હતા. તેમજ દરેકને માસ્ક ફરિજયાત પહેરવું જોઈએ તેવું સમજાવ્યું હતું. ફરજીયાત માસ્ક પહેરવું જોઈએ એવી સમજણ લોકોને આપવામાં આવી હતી તેમજ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે વિના મુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 1200સોં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભગવાન રાયગોર સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ કાંકરેજ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: