19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

નવી શિક્ષણ નીતિને લઇ પીએમ મોદી ની મહત્વપૂર્ણ જાહેરાત

  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એક વર્ષ થયું પૂર્ણ
  • એક વર્ષ  પૂર્ણ થતા વડાપ્રધાન મોદીએ કર્યુ દેશને સંબોધન
  • નવા નવા સ્કિલ અને ઈનોવેશનનો ટાઈમ આવશે : વડાપ્રધાન મોદી
  • કુલ પાંચ ભાષામાં શરુઆત કરાશે એન્જિનિયરીંગના અભ્યાસ
  • શિક્ષણ નીતિના જુદા જુદા ફિચરની સાથે નવો યુગ સાક્ષાત્કાર કરાશે : વડાપ્રધાન મોદી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે એવું જણાવ્યુ હતુ કે, નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ નસીબ બદલવાનુ એક સામર્થ્ય છે. આ નવી શિક્ષણ નીતિથી ક્રાંતિકારી બદલાવ આવશે. જો નિર્ણય ખોટો હશે તો શુ થશે તે ચિંતા નહી રહે. સાથોસાથ ઈ સફલ દ્વારા ઈ વ્યવસ્થા વિદ્યાર્થીઓને પરિક્ષાના ભય થી મુક્તિ અપાવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, નવા નવા સ્કિલ અને ઈનોવેશનનો ટાઈમ આવશે. આજે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનુ ભાગ્ય બદલવાનુ સામર્થ્ય છે. સારુ ભણવા માટે વિદેશ જવુ પડે. પણ સારુ ભણવા માટે વિદેશથી લોકો ભારત આવ્યા તે હવે જોવા મળી રહ્યુ છે. આ બાબતો ઉત્સાહ વધારનારી છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવાનુ શરુ થયુ છે. રાજ્યો તેમની જરૂરીયાત અનુસાર આ કાર્યક્રમને અમલી બનાવશે.આપણે નસીબદાર હોવાનુ જણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશના ભવિષ્યનુ નિર્માણ કરશો. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિના જુદા જુદા ફિચરની સાથે નવો યુગ સાક્ષાત્કાર કરાશે.વડાપ્રધાન એવું કહ્યુ કે, સ્થાનિક ભાષાને પણ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ છે. એન્જિનિયરીંગના અભ્યાસમાં તમિલ, મરાઠી, બાગ્લા સહીત કુલ પાંચ ભાષામાં શરુઆત કરાશે. આ ઉપરાંત વધુ 11 ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્ષનુ ભાષાંતર પણ થઈ રહ્યું છે. જેનો સૌથી વધુ લાભ ગરિબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને થશે. દલિત અને આદિવાસીઓને થશે. આવા કુટુંબ માંથી આવનારાઓને ભાષાની મુશ્કેલી નડતી હતી. પરંતુ માતૃભાષામાં શિક્ષણ મળવાથી ગરીબ વિદ્યાર્થીઓ પણ આત્મ વિશ્વાસથી આગળ વધશે. આની સાથોસાથ માતૃભાષાને પણ પ્રાધાન્ય આપવાના કામને અગ્રતા આપવામાં આવી રહ્યું છે.પાછલા એક વર્ષમાં દેશમાં બધા જ  શિક્ષણ નિષ્ણાતોએ એ નવી શિક્ષણ નીતિ માટે બહુ જ મહેનત કરી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: