- બાંગ્લાદેશમાં પીએમ મોદીનું સંબોધન
- બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ અને ભારતની આઝાદીના 75 વર્ષ સાથે : મોદી
- બંને દેશોની મિત્રતા પર ગર્વ છે : મોદી
- આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા પર મોદીએ વ્યકત કરી હર્ષની લાગણી
- બાંગ્લાદેશની આઝાદીની લડતમાં સામેલ થવું મારું પહેલું આંદોલન : મોદી
ગતરોજ બાંગ્લાદેશની આઝાદીની 50 મી વર્ષગાંઠ પર ઢાકાના નેશનલ પરેડ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમને બંને દેશોની મિત્રતા પર ગર્વ છે. સાથે જ મોદીએ આઝાદી અને ભારત અને બાંગ્લાદેશની મિત્રતાના 50 વર્ષ પુરા થયા બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈપણ તાકાત બાંગ્લાદેશને ગુલામ બનાવી શકે નહીં. તેમણે કહ્યું હતું કે, જે લોકોને બાંગ્લાદેશના અસ્તિત્વ પર શંકા હતી. બાંગ્લાદેશના લોકોએ તેમને ખોટા સાબિત કર્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, બાંગ્લાદેશની આઝાદીમાં ઇન્દિરા ગાંધીનું યોગદાન સર્વવિદિત છે, બાંગ્લાદેશની આઝાદીની લડતને ભારતનું સમર્થન પ્રાપ્ત હતું. શેખ મુજીબુર રહેમાને દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. મુક્તિ યુદ્ધમાં હાજર ઘણા ભારતીય સૈનિકો આજે પણ અહીં સામેલ છે અને તેમના માટે તે ખુશીની વાત છે. બાંગ્લાદેશની આઝાદીની 50 મી વર્ષગાંઠ પર, હું અહીંથી 50 ઉદ્યોગપતિઓને ભારત આવવા માટે સસ્મિત આમંત્રણ આપું છું.’આ ઉપરાંત મોદીએ કહ્યું હતુકે , ‘આ એક સુખદ સંયોગ છે કે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ અને ભારતની આઝાદીના 75 વર્ષ એક સાથે જ આવ્યા છે. આ બંને દેશો માટે 21 મી સદીમાં આગામી 25 વર્ષનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણો વારસો પણ એકબીજા સાથે વહેંચાયેલો છે, આપણો વિકાસ પણ વહેંચાયેલો છે. બંગ બંધુના મનોબળએ પણ નક્કી કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિ બાંગ્લાદેશને ગુલામ તરીકે રાખી શકશે જ નહીં. તે દરમિયાન એક નિરંકુશ સરકાર પોતાના લોકોનો નરસંહાર કર્યો અને કચડી રહી હતી. બાંગ્લાદેશની આઝાદી માટેના સંઘર્ષમાં સામેલ થવું, મારા જીવનના પહેલા આંદોલનોમાંથી એક હતું. મારી ઉંમર એ વખતે 20 થી 22 વર્ષ હશે, જ્યારે મેં અને મારા મિત્રોએ બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો, અને જેલ પણ થઈ હતી.