32 C
Ahmedabad
Friday, November 26, 2021
spot_imgspot_img

Latest Posts

સોમનાથ મંદિરમાં 80 કરોડના વિકાસના કામોનું પીએમ મોદી આજે કરશે લોકાર્પણ

  • સોમનાથ મંદિરમાં 80 કરોડના વિકાસના કામોનું કરશે લોકાર્પણ
  • પીએમ મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી કરશે લોકાર્પણ
  • કુલ 80 કરોડ જેવી રકમના ખર્ચે બનનાર વિકસાત્મક કામોનું પીએમ કરશે લોકાર્પણ
  • 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું પીએમ કરશે ખાતમુહૂર્ત  
  • સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે કાર્યક્રમ
  • વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

ભારતમાં આવેલા  બાર જયોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ સુવિધાઓ-આકર્ષણો ઉમેરાતા રહે છે. જેમાંના ભારત સરકાર પ્રસાદમ યોજના,ગુજરાત ટુરીઝમ-સોમનાથ ટ્રસ્ટ-દાતા સહિત વિવિધ ચાર પ્રોજેકટોનું ભારતના વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ સંબોધનથી લોકાર્પણ કરશે. તેમજ આ કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમ માં યોજાશે. જેમાં આ તકે વડાપ્રધાન સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.

વધુ માહિતી અનુસાર મંદિરના શિલાન્યાસની સાથે વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ રિસોર્ટનું પણ લોકાર્પણ કરશે. સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલા અહિલ્યાબાઈ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન તે મંદિરને પણ દેશને સમર્પિત કરશે. આ મંદિરના પુનર્વિકાસ માટે 3.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. ઈંદોરના રાણી અહિલ્યાબાઈ દ્વારા તે મંદિર બનાવવામાં આવ્યું હતું. બાદમાં તે ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. તીર્થયાત્રીઓની સુરક્ષાની સાથે-સાથે તેની ક્ષમતા વધારવા માટે સંપૂર્ણ જૂના મંદિર પરિસરનો સંપૂર્ણપણે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.  અરબ સાગરના કિનારે સોમનાથ મંદિરની તદ્દન પાછળ દરિયા અને સોમનાથ મંદિર વચ્ચે 45 કરોડ રૂપિયાના ખર્ચે સવા કિમી લાંબો વૉક વે તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં જ દેવી પાર્વતીના મંદિરનું ભૂમિ પૂજન થશે જે વડાપ્રધાન મોદી કરશે. ત્યાં સંગેમરમરનું પાર્વતી મંદિર બનાવવામાં આવશે. સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: