24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પીએમ મોદી આજે કોરોના વેક્સિન ઉત્પાદકો સાથે કરશે બેઠક

  • પીએમ મોદી આજે કોરોના વેક્સિન ઉત્પાદકો સાથે કરશે બેઠક
  • સાંજે છ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક માં જોડાશે પીએમ મોદી
  • બેઠકમાં  બાયોટેકનોલોજી વિભાગ દ્વારા રજુ કરશે પ્રેઝન્ટેશન

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ બાદ દેશમાં આગામી પહેલી મે 2021થી 18 વર્ષથી ઉપરની ઉમરના તમામ લોકોને કોરોના વેકિસન આપવાની જાહેરાત કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવાર 20મી એપ્રિલના સાંજે કોરોના વેક્સિન ઉત્પાદકો સાથે બેઠક કરશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનાર આ બેઠકમાં જે ઉત્પાદકોની કોરોનાની વેક્સિન ઉપર ટ્રાયલ કરી રહ્યાં છે, તેવા ઉત્પાદકો સાથે પણ વાતચીત કરશે. તેમજ વિદેશ સ્થિત જાણીતી ફાર્માસ્યુટીકલ કંપનીઓના વડાઓ પણ વડાપ્રધાન સાથેની બેઠકમાં જોડાય તેવી સંભાવના છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનારી આ બેઠકમાં, બાયોટેકનોલોજી વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન પણ રજૂ કરાશે. જેમાં ભારતમાં હાલ બેકાબુ બનેલા ડબલ મ્યુટેશન વાયરસ સહીત, કોરોના સંક્રમણની સ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનારી આ બેઠકમાં ભારત તેમજ વિદેશની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓના અધિકારીઓ ઉપસ્તિત રહેશે. તો જે કંપનીઓની રસીને કેન્દ્ર સરકાર અને સંબધિત વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: