23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

સોમનાથ મંદિરમાં 80 કરોડના વિકાસના કામોનું પીએમ મોદી કરશે લોકાર્પણ

  • સોમનાથ મંદિરમાં 80 કરોડના વિકાસના કામોનું કરશે લોકાર્પણ
  • આગામી 20 ઓગસ્ટે પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે લોકાર્પણ
  • કુલ 80 કરોડ જેવી રકમના ખર્ચે બનનાર વિકસાત્મક કામોનું પીએમ કરશે લોકાર્પણ
  • 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું પીએમ કરશે ખાતમુહૂર્ત  
  • સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે કાર્યક્રમ
  • ૨૦ ઓગસ્ટના રોજ ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધનથી  લોકાર્પણ કરશે પીએમ મોદી
  • વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

ભારતમાં આવેલા  બાર જયોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ સુવિધાઓ-આકર્ષણો ઉમેરાતા રહે છે. જેમાંના ભારત સરકાર પ્રસાદમ યોજના,ગુજરાત ટુરીઝમ-સોમનાથ ટ્રસ્ટ-દાતા સહિત વિવિધ ચાર પ્રોજેકટોનું ભારતના વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદી ૨૦ ઓગસ્ટ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધનથી લોકાર્પણ કરશે. તેમજ આ કાર્યક્રમ સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમ માં યોજાશે. જેમાં આ તકે વડાપ્રધાન સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. અને સાથે જ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.

ભારતમાં આવેલા  બાર જયોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ સુવિધાઓ-આકર્ષણો ઉમેરાતા રહે છે. જેમાંના ભારત સરકાર પ્રસાદમ યોજના,ગુજરાત ટુરીઝમ-સોમનાથ ટ્રસ્ટ-દાતા સહિત વિવિધ ચાર પ્રોજેકટોનું ભારતના વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદી ૨૦ ઓગસ્ટ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધનથી લોકાર્પણ કરશે.  જેમાં વિગતવાર જોવામાં આવે તો સોમનાથ મંદિર નજીક 49 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક વે સહિત, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયેલ મંદિરનું લોકાર્પણ, સોમનાથના તમામ ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ તેમજ  સોમનાથ કલાકેન્દ્રમાં બનેલ પૌરાણિક સંગ્રહાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સાથેજ 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું મુહુર્ત પણ કરાશે.

ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યુઝ  ગિર સોમનાથ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: