28 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સોમનાથમાં PM મોદીએ પાર્વતી મંદિરનો કર્યો શિલાન્યાસ

  • સોમનાથમાં PM મોદીના હસ્તે પાર્વતી મંદિરનો કર્યો  શિલાન્યાસ
  • 25 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો કર્યો શિલાન્યાસ
  • સોમનાથથી મંદિરથી થોડે દૂર પાર્વતી મંદિર બનાવાશે
  • દરિયાકિનારે 49 કરોડ રૂપિયાના ખર્ચે વોક વે ખુલ્લો મૂકાયો
  • એક કિલોમીટર લાંબા વોક વે ને ‘સમુદ્ર દર્શન’ નામ અપાયું
  • પ્રાચીન કલાકૃતિ ધરાવતું નવનિર્મિત મ્યુઝિયમ પણ મુકાયું ખુલ્લું
  • અહલ્યાબાઈ હોલકર મંદિરનું કરાયું ઉદ્ઘાટન

આજે વડાપ્રધાન  મોદીએ માદરે વતન ગુજરાતને  કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી હતી

આજે ઐતિહાસિક સોમનાથ મંદિરને મોટી ભેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેસિંગના માધ્યમથી સોમનાથ સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શની કેન્દ્ર અને નવીનકૃત અહિલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ધાટન કર્યુ તેની  સાથે જ શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો. પાર્વતી મંદિર શ્વેત પથ્થરોથી બનાવવામાં આવશે અને આની ઉંચાઈ 71 ફૂટ હશે.  કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે શ્રાવણ મહિનામાં આ એક મોટી શરૂઆત છે. સોમનાથ મંદિર અમારા વિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. જય સોમનાથથી સંબોધન શરૂ કરનાર પીએમ મોદીએ કહ્યું કે, હુ વચર્યુઅલી જોડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મળી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે. આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પમનું સૌભાગ્ય મળ્યુ છે. આટલુ પુનિત સહયોગ અને સાથે શ્રાવણનો પવિત્ર મહિનો… આ તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. તેમણે મંદિરને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત સાથે જોડાયેલ માનતા હતા. આઝાદીના 75 માં વર્ષે આપણે તેમના પ્રયાસોને આગળ વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને મારા પ્રણામ છે. જેમણે અનેક મંદિરોના જીર્ણોદ્વાર કરાવ્યા. પ્રાચીન અને આધુનિકતાનું સંગમ તેમણે કરાવ્યું. પર્યટન સાથે જ્યારે આધુનિકતા સાથે જોડાય તો કેવા ચેન્જિસ આવે છે તે ગુજરાતે જોયુ છે. સ્થાનિક બાબતોને વધુ મજબૂત કરવામાં આવે. અહિલ્યાબાઈ હોલકર હજુ સુધી જૂના સોમનાથ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આના નવીનીકરણ પર 3.5 કરોડ રૂપિયા ખર્ચ થશે. ત્યાં લગભગ એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન પથના નિર્માણ પર લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત પર્યટક સુવિધા કેન્દ્રની પાસે સોમનાથ પ્રદર્શની કેન્દ્ર બન્યુ છે.લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: