11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

પીએમ મોદીએ લૉન્ચ કરી ઉજ્જવલા યોજના 2.0

  • પીએમ મોદીએ લૉન્ચ કરી ઉજ્જવલા યોજના 2.0
  • એક કરોડ એલપીજી કનેક્શન માટે ફંડ આપવાની જાહેરાત
  • સ્વાસ્થ્યમાં સુધારો અને પ્રદૂષણ ઓછું કરવાનો આશય

મંગળવારે વડાપ્રધાન  મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ઉજ્જવલા યોજનાના લૉન્ચિંગમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલ લૉન્ચિંગમાં આ સીવાય ઉપમુખ્યમંત્રી કેશવ મોર્ય અને દિનેશ શર્મા જેવા મોટાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ઉજ્જવલા સ્કીમનું બીજું ચરણ આજે શરૂ થયું હતું. આ અગાઉ એક મે ૨૦૧૬ના  રોજ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાથી ઉજ્જ્વલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 5 કરોડ ગરીબ પરિવારની મહિલાઓને ગેસ કનેક્શન આપવાના લક્ષ્‍ય સાથે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ચૂલાના ધુમાડા થી બચાવીને તેમનું કામ સરળ બનાવવાનો હતો. અને આ રીતે તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે અને LPG કનેક્શનના ઉપયોગથી પ્રદૂષણ ઓછું કરવાનો હતો. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આ યોજના થી એક કરોડ એલપીજી કનેકશન માટે ફંડ આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સિવાય ગરીબો પરિવારોને કનેક્શન આપવામાં આવશે જે ઉજ્જવલા યોજનાના પ્રથમ ચરણમાં સામેલ થઈ શક્યા ન્હોતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: